બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આદર્શ સોસાયટીને તોડી નાખવામાં આવે - જયરામ

N.D
પર્યાવરણ મંત્રાલયે મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ આદર્શ સોસાયટીની 31 માળની બિલ્ડિંગને ગેરકાયદેસર સાબિત કરીને તેને તોડી નાખવાની ભલામણ કરી અને કહ્યુ કે કાયદાને ધ્યાનમાં ન રાખીને, તેનુ પાલન ન કરવુ એ કોઈ બહાનુ ન હોવુ જોઈએ.

પર્યાવરણ મંત્રી જયરામ રમેશના હસ્તાક્ષરવાળા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આખા માળખાને હટાવી દેવો જોઈએ, કારણ કે આ ગેરકાયદેસર છે અને તેના નિર્માણ માટે તટીય નિયમન ક્ષેત્ર અધિસૂચના 1999 હેઠળ કોઈ મંજૂરી લેવામાં નથી આવી. મંત્રાલયે પોતાના આદેશમાં કડક શબ્દોમાં કહ્યુ કે ગેરકાયદેસર માળખાએન તોડી નાખવામાં આવે અને ત્રણ મહિનાની અંદર એ ક્ષેત્રને મૂળ સ્થિતિમાં લાવવામાં આવે.

કોલાંબા ખાતે આ ઈમારત માટે મૂળ રૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ થવાનુ હતુ અને તેમા કારગિલ યુદ્ધના શહીદોના પરિવારજનોને મકાન આપવાના હતા. પર્યાવરણ મંત્રાલયે પોતાની રિપોર્ટમાં કહ્યુ કે જરૂરી મંજૂરી લીધા વગર 31 માળની બિલ્ડિંગ બનાવી દેવામાં આવી.

પર્યાવરણ મંત્રાલયે આદર્શ સોસાયટીને તેની 31 માળની બિલ્ડિંગના નિર્માણ વિશે ગયા વર્ષે 12 નવેમ્બરના રોજ એક કારણ બતાવો નોટિસ રજૂ કરતા કહ્ય હતુ કે તેના ગેરકાયદેસર માળને પાડી નાખવામાં આવવા જોઈએ.

હાલ તો રમેશે પર્યાવરણ મંત્રાલયને બે પુષ્ઠના અંતિમ આદેશમાં કહ્યુ કે બિલ્ડિગને પાડી નાખવા સિવાય અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવ્યો છે. એક વિકલ્પ એ હતો કે જો ઉપયુક્ત પ્રાધિકારથી જરૂરી મંજૂરી લેવામાં આવી હોત તો બિલ્ડિંગના વધારાના માળને જ હટાવી દેવામાં આવી શકતા હતા.

રમેશે કહ્યુ કે કેટલાક માળને હટાવી દેવાનો વિકલ્પ એટલે રદ્દ કરવામાં આવ્યો કે સીઆરજેડ અધિસૂચના 1991ના ખૂબ જ ગંભીર ઉલ્લંઘનનુ નિયમિતીકરણ કરવુ કે તેને માફ કરી દેવા જેવુ હોત.