બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુંટૂર. , ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (12:22 IST)

આધ્રપ્રદેશ - સરકારી દવાખાનામાં ઉંદરના કરડવાથી 10 દિવસના બાળકનું મોત

અહીની સરકારી હોસ્પિટલના NICUમાં દાખલ થયેલ એક 10 દિવસના બાળકનુ ઉંદરના કરવાથી મોત થઈ ગયુ. મામલો બુધવારનો  છે. બાળકની ડાબી આંખ અને હાથની આંગળીઓને ઉંદરે કતરી લીધી. તેના ચેહરા પર પણ ખરોંચના નિશાન જોવા મળ્યા છે. 
 
માતાએ કહ્યુ - ઉંદરોએ નહી ડોક્ટરોએ મારા પુત્રનો જીવ લીધો. 
 
બુધવારે સવારે જેવા બાળકના માતાપિતાએ તેના ચેહરા અને હાથ-પગમાં બ્લીડિંગ જોયુ તો તેઓ ડ્યુટી ડોક્ટર પાસે લઈ ગયા. પણ તેમણે કોઈ યોગ્ય જવાબ ન આપ્યો. ત્યારબદ થોડીવાર પછી બાળકનુ મોત થઈ ગયુ.  તેની માતા ચાવેલી લક્ષ્મીએ કહ્યુ, "હોસ્પિટલ મેનેજમેંટે બાળકોના વોર્ડમાં ઉંદરોના રોકવાનો કોઈ પ્રયત્ન ન કર્યો.  મારા પુત્રનો જીવ ઉંદરોએ નહી પણ આ હોસ્પિટલના ડોક્ટર્સે લીધો છે." 
 
એક અઠવાડિયા પહેલા ફરિયાદ કરી હતી 
 
માર્યા ગયેલ બાળકના પિતા નાગારાજૂએ કહ્યુ, "અમે એક અઠવાડિયા પહેલા જ હોસ્પિટલના ડોક્ટર્સને ઉંદરો વિશે બતાવતા પોતાના બાળકની સિક્યોરિટી પર ચિંતા બતાવી  હતી. પણ તેમણે તેને સીરિયસલી ન લીધી. ડોક્ટર્સે મને કહ્યુ કે તમારો પહેલાથી જ એક બે વર્ષનો પુત્ર છે તો તમે ચિંતા કેમ કરો છો" નાગારાજૂ મજૂર છે. બાળકનો જન્મ 17 ઓગસ્ટના રોજ વિજયવાડામાં થયો હતો. પણ તેને કોઈ તકલીફ હતી જેથી અહી ગુંટૂરના દવાખાનામાં દાખલ કર્યો હતો.  પરિસ્થિતિ સુધરી નહી તો બાળકને એનઆઈસીયૂમાં મુકવામાં આવ્યો.  પણ અહી તે ઉંદરોનો શિકાર બની ગયો.  મામલો સામે આવ્યા પછી આંધ્રપ્રદેશના હેલ્થ મિનિસ્ટરે તપાસનો આદેશ આપ્યો છે.