શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરુ , શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (14:18 IST)

આવકથી વધુ સંપત્તિ મામલે જો જયલલિતા દોષી સાબિત થશે તો જશે જેલ

.
 આજનો દિવસ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. આવકથી વધારે સંપત્તિ મામલે બેંગ્લોરથી વિશેષ કોર્ટ ચુકાદો આપશે. જો જયલલિતા દોષી સાબિત થશે તો જયલલિતાને મુખ્યમંત્રી પદ છોડવુ પડશે. 
 
જાણકારો મુજબ કોર્ટના ચુકાદામાં જયલલિતાને છથી સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. મળતી માહિતી મુજબ કોર્ટના નિર્ણય સામે જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેના લાખો કાર્યકર્તાઓ બેંગલુરૂમં એકત્ર થઈ શકે. જેને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   કોર્ટને પણ જેલમાં શિફ્ટ કરી દેવામાંઅ આવી છે. 
 
આ મામલે 20 સપ્ટેમ્બરે નિર્ણય થવાનો હતો. પણ સુરક્ષા કારણોસર તેને 27 સપ્ટેમ્બર માટે ટાળી દેવામાં આવ્યો હતો.  
 
જયલલિતા વર્ષ 1991-96માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેમની સંપત્તિ આવકથી વધારે 66 કરોડ થઈ હોવાનો આરોપ છે. તેમના નિકટતમ શશિકલ નટરાજન, તેમના સંબંધી ઈલવરાસી, તેમના ભત્રીજા અને જયલલિતા દ્વારા દત્તક લીધેલ પુત્ર સુધારક સહિત અન્ય લોકોને આ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે. તમિલનાડુ સતર્કતા અને ભ્રષ્ટાચાર નિરોધક વિભાગે આ મામલે ચેન્નઈની વિશેષ અદાલતમં વર્ષ 1996માં કેસ દાખલ કર્યો હતો.