શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ઈ.મુ.નો વધુ એક આતંકી ઝડપાયો

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડે આતંકવાદી સંગઠન ઈન્ડીયન મુઝાહીદ્દીન સાથે સંપર્ક ધરાવતાં આરીફને પકડી પાડ્યો હતો.

ઉત્તરપ્રદેશનાં પોલીસ વડા વિક્રમસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે આઝમગઢનાં ચારબાગ રેલ્વે સ્ટેશન ખાતેથી આરીફને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં તે શહેરમાં સીપીએમટી પરીક્ષાની તૈયારી કરવા આવ્યો હતો. અમદાવાદ અને દિલ્હીમાં થયેલાં શ્રેણીબધ્ધ વિસ્ફોટોમાં આરીફ સંકળાયેલો હોવાનું પણ સિંહે કહ્યું હતું.

જ્યારે પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે દિલ્હી વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ સૈફ સાથે આરીફ ખાસ સંબંધો ધરાવતો હતો. સૈફ હાલ દિલ્હી પોલીસની કેદમાં છે. આ ઉપરાંત હુજી અને ઈન્ડીયન મુઝાહીદ્દીન બંને વચ્ચે વ્યાપક સમજૂતિ હોવાનો નિર્દેશ કરતાં કમિશ્નરે કહ્યું હતું કે આ બંને સંગઠનો હવાલા મારફતે ફંડ એકઠુ કરીને જેહાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો.