શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઉજ્જૈન , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (15:31 IST)

ઉજ્જૈનમાં શિવરાત્રિની તડામાર તૈયારી

રાજાધિરાજ મહાકાલનો નવ દિવસ સાજ-શ્રૃંગાર

ઉજ્જૈન(વાર્તા) દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રમુખ ગણાતા મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉજ્જૈનના રાજાધિરાજ મહાકાલનો નવ દિવસમાં દરરોજ નિતનવો શ્રૃંગાર કરવામાં આવશે.

આ મહાશિવરાત્રિ પહેલાની નવરાત્રિનુ ધાર્મિક મહત્વ પણ અનેરુ છે. ભગવાન મહાકાલેશ્વરને ગઈકાલે ચંદનનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. નવરાત્રિના પાંચમા દિવસે હોલકર રાજવંશ દ્વારા ભેંટ આપવામાં આવેલા મુખૌટાથી શિવજીનો શ્રૃંગાર કરાશે.

આઠમા દિવસે મહાકાલને ફળ, ફુલ તથા પ્રસાદ અલંકૃત કરવામાં આવશે તથા મહાશિવરાત્રિના બીજા દિવસે મહાકાલેશ્વરને સુગંધીત ફુલોથી સજાવવામાં આવશે. મંદિરના શાસકિય પુજારી ઘનશ્યામજીએ જણાવ્યુ હતુ કે, શિવ નવરાત્રિમાં પ્રતિદીન નૈવેધ કક્ષમાં શિવજીના પુજન બાદ કોટિતીર્થ કુંડની પાસે આવેલા મંદિરમાં કોટેશ્વર મહાદેવનુ પુજન તથા અભિષેક કરવામાં આવશે.