ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 2 મે 2016 (12:48 IST)

ઉત્તરાખંડની આગ પાછળ ષડયંત્ર, વનવિભાગ સાથે મળીને માફિયાઓએ લગાવી આગ ?

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે હજુ પણ પ્રયાસો ચાલુ છે.  એયરફોર્સના હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમ તેને ઓલવવામાં લાગી છે. તાજેતરમાં લાગેલી આ સૌથી ભીષણ આગે અનેક આશંકાઓ ઉભી કરી દીધી છે.  અનેક લોકો આ આગ પાછળ ટિંબર માફિયાનો હાથ હોવાની શંકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેને લઈને ખૂબ ચર્ચા છે. 
 
બીજી બાજુ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જાવડેકરે કહ્યુ છે કે આગ લાગવાને મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાવડેકરે આ વાત એ સવાલના જવાબમાં કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે આગ આપમેળે જ લાગી છે કે કોઈએ લગાવી છે. 
 
આગની અસર - વિનાશકારી પરિસ્થિતિનો અંદાજ એ બાબત ઉપરથી લગાવી શકાય કે આગ દહેરાદુન, ઋષિકેશ અને સીમલા સુધી પહોંચી છે. આગ પાછળનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી    જંગલમાં લાગેલી આગથી ઉત્તરાખંડના તમામ 13 જિલ્લા અસરગ્રસ્‍ત છે. નૈનીતાલમાં રામનગરના જંગલોથી લઇને દહેરાદુનના શિવાલીક રેન્‍જમાં પણ આગનો કહેર છે. પીએમઓ, એનડીઆરએફ, ગૃહ અને પર્યાવરણ મંત્રાલય પરિસ્થિતિ નજર રાખી રહી છે. કેન્દ્રની ચાર સભ્યોની ટીમ ઉત્તરાખંડમાં છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે એરફોર્સ અને એનઆઇ-17  હેલીકોપ્‍ટરોની મદદ લેવામાં આવી છે. હજુ 3 થી 4 દિવસ આગને ઠારતા થશે. એનડીઆરએફની ત્રણ ટીમ ઉપરાંત 6૦૦૦ કર્મચારીઓ આગ ઉપર કાબુ મેળવવા કામે લાગ્‍યા છે. 2જી ફેબ્રુઆરીના રોજ આગની પ્રથમ ઘટના સામે આવી હતી.
 
   હિમાચલના જંગલોમાં પણ લગભગ 4૦૦ હેકટર વનભુમીમાં આગ લાગેલી છે. સીમલા, શીરમોર, ઉના, બીલાસપુર, હમીરપુર અને મંડી જિલ્લા આગથી પ્રભાવિત છે. સીમલામાં જ 1૦૦ હેકટરમાં આગ લાગી છે. સીમલામાં વનવિભાગના કર્મચારીઓ અને લોકો કામે લાગ્યા  છે.
 
   ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગથી ગભરાયેલા વન્ય જીવન ભાગદોડી કરી રહ્યા છે. કાર્બેટ પાર્ક સુધી આગ પહોંચી છે તેથી હાથી અને દિપડા યુપી તરફ આગળ વધી રહ્યા છે. એરફોર્સે ફરીથી ઓપરેશન શરૂ કરી દીધુ છે. સેટેલાઇટની પણ મદદ લેવામાં આવી રહી છે. ઇમેજ અનુસાર 2૦૦ લોકેશન પર આગ લાગેલી છે. ઉત્તરાખંડના જંગલોમાં આગ ફેલાતી જ જઇ રહી છે. તાપમાન વધવાથી વધુ વિસ્તારને તે અસર કરી રહી છે.  જંગલમાં આગ લાગવાની પાછળ શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે જેમાંથી એક ટીમ્બર માફીયા પણ ગણાય છે. જંગલના સળગેલા અને ખરાબ લાકડા હરાજી થકી વેચવામાં આવે છે. અત્‍યાર સુધીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો બળી ગયા છે તેને વેચવાથી વન વિકાસ ઓથોરીટીને ઘણા પૈસા મળશે અને ટીમ્બર માફીયાને પણ ફાયદો થશે. લેન્ડ માફીયાનો હાથ હોવાનુ પણ કહેવાય છે. જંગલ નષ્ટ  થઇ રહ્યા છે અને તેની જમીન બીજા કામો માટે વેચવામાં આવી રહી છે