મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે

સતત ત્રીજી પેઢી સત્તા સંભાળશે

ભારતીય રાજકારણમાં કદાચ પ્રથમવાર એવી ઘટના ઘટી રહી છે, જેમાં કોઈ એક પરિવારની ત્રીજી પેઢી પણ રાજ્યની શાસનધુરા સંભાળવા જઈ રહી છે. શેખ અબ્દુલ્લાનો પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી બનશે.

હાલમાં સાત ચરણોમાં થયેલ ચુંટણીમાં જમ્મુ કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાનો ઘાટ સર્જાયો હતો. જેમાં નેશનલ કોન્ફરન્સનાં 38 વર્ષીય ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. ચુંટણીનાં પરિણામ બાદ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં કોંગ્રેસે ઉમરનાં મુખ્યમંત્રી બનવા અંગે મંજૂરી આપી દેતાં ઉમરનાં મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

ગાંધી પરિવારને પહેલાંથી અબ્દુલ્લા પરિવાર સાથે કુણા સંબંધ રહ્યાં છે. નહેરૂએ શેખ અબ્દુલ્લાને રાજ્યને કમાન સોંપી હતી. બંને વચ્ચે એક સમયે ખૂબ ખરાબ સંબંધો થઈ ગયા હતા. ત્યારબાદ શેખ અબ્દુલ્લાનાં પુત્ર ફારૂક અબ્દુલ્લાએ ત્રણ વખત રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે રહ્યાં હતાં. જેમાં આતંકવાદનાં સમયમાં 1986 થી 1990 અને 1996 થી 2002 સુધી રાજ્યને સ્થિરતા આપવાનો અને વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હવે, ફારૂક અબ્દુલ્લાએ રાજ્યની કમાન યુવા નેતૃત્ત્વ અને તેમના દિકરા ઉમરને સોંપી છે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં રહેનાર તેમજ સફળ સાંસદ તરીકે પોતાની કારકીર્દી શરૂ કરનાર ઉમર રાજ્યનો કેવી રીતે વિકાસ કરે છે, તેની પર સૌની મીટ મંડાઈ છે.