ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 29 જુલાઈ 2015 (16:12 IST)

કચ્છ- બનાસકાંઠામાં આફતનો વરસાદ

બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે આર્મી અને એરફોર્સની મદદ લેવામાં આવી છે. ધાંગ્રધ્રાથી આર્મીની એક ટુકડી બનાસકાંઠાના અનેક ગામોમાં હાલ બોટ ફરી રહી છે અને ગામો જળબંબાકાર થઈ ગયા છે. બનાસ અકાંઠા એરફોર્સની બે વિમાનો અને એનડીઆરએફની 4 વધુ ટીમોને પણ રાહત અને બચાવકાર્યમાં મોકલવામાં આવી છે. બનાસકાંઠા કચ્છના 2500 ગામોમાંથી લોક્નુ6 સ્થળાંતર કરવામાં પણ આવ્યું છે. સોઈ , ધાનેરા વાવના ગામોમાં ફંસાયેલા લોકોને એર લીફ્ટ કરીને બચાવવા પ્રય્ત્ન થઈ રહ્યો ચે . ધાનેરા અંબાજી હાઈ વે પર પાંચ ફુટ પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો. 
 
બનાસકાંઠામાં પાણી ભરાતા અનેક પશુઓના પણ મોત થયા હતા
 
ડીસામાં પણ અનેક ગામોમાં જળબંબાકાર થતા જનજીવન અસ્ત્વ્યસ્ત થયું હતું . 
 
અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ધાનોરામાં રેલ નદીના પાણી ઘુસતા બારોટવાસમાં પાણી ભરાયા હતા. એજના લીધે 40 થી વધુ લોકો ફસાયા હતા. ખૂબ મહેનત કરીને તેમને બચાવવામાં આવ યા હતા. બનાસ નદી બન્ને કાંઠે વહી રહી છે. ધાનેરાના રામસણ ગામમાં 10 પરિવારો  ફસાયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો ફસાઈ ગાય છે. કેટલાક પરિવારો એવા છે જેમનો કોઈ સંપર્ક નથી .  
 

ડીસામાંથી લોકોના સ્થળાંતર કરતા આર્મી ઓફિસરો
વરસાદે કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા 
કચ્છ જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકના 20 મધ્યમ કક્ષાના ડેમોમાંથી 13 ડેમ ઓવર ફ્લો થયા છે. સિંચાઈ વિભાગના કંટ રોલ રોમના જણાવ્યા અનુસાર ગોધાતાડ સાન્દ્રો નરા નિરોણા મોરબીના મચ્છું ડેમ ઓવર ફ્લો થયા છે. 

ભારે વરસાદના કારણે રેલ્વે સેવા અને રોડ ટ્રાફિલ ખોરવાઈ ગયા. છે ભારે વરસાદ પડ્યો છે.  કચ્છના ભોજ ન ગાંધીધામની હાલત સૌથી વધારે ખરાબ છે . આ બન્ને શહેર પાણીમાં  ડૂબ્યા છે. જોરદાર પાન સાથે વરસેલા ભારે વરસાદને લીધે પાણી અનેક રહેણાંક સોસાયટીઓમાં ઘુસી ગયા છે.