શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ , ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (11:37 IST)

કન્નડ એક્ટ્રેસે રેલમંત્રીના પુત્ર કાર્તિક પર દુષ્કર્મ પછી હવે લગ્ન કરવાનો દાવો કર્યો

મોડેલિંગથી કન્નડ ફિલ્મમાં ડગ માંડનારી એક અભિનેત્રીએ દાવો કર્યો છે કે કેન્દ્રીય રેલ મંત્રી ડીવી સદાનંદ ગૌડાના પુત્ર કાર્તિકે તેની સાથે લગ્ન કર્યા છે. તે ઈચ્છે છે કે મંત્રીનો પરિવાર તેને ઘરની વહુના રૂપમાં સ્વીકાર કરે. મૈત્રૈયાએ મીદિયાને એ પણ કહ્યુ કે બંનેના લગ્નના પુરાવાના રૂપમાં તે ટૂંક સમયમાં જ એક વીડિયો સીડી રજૂ કરશે. જોકે ગૌડા પરિવારનુ કહેવુ છે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી. 
 
કારિકની બુધવારે કોઈ અન્ય યુવતી સાથે સગાઈ થવાના થોડાક કલાક પછી જ મૈત્રેયા નામની અભિનેત્રીએ કાર્તિક વિરુદ્ધ રેપ, વિશ્વાસઘાત અને દગાબાજીનો કેસ નોંધાવ્યોછે. રવિન્દ્રનાથ ટૈગોર મથકમાં પોલીસે ધારા 376, 420 અને 406ના હેઠળ રેલ મંત્રીના પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નગર પોલીસ આયુક્ત એમ.એન. રેડ્ડીનુ કહેવુ છે કે પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. 
 
મૈત્રેયાની ફરિયાદ મુજબ કાર્તિકે લગ્નના ખોટા વચનો આપીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવ્યા છે. તે કાર્તિકને 8 મે 2014થી જાણે છે. કાર્તિક સાથે મૈત્રેયાની મુલાકાત એક કોમન મિત્રના રૂપમાં થઈ હતી. ટૂંક સમયમાં જ મૈત્રે પ્રેમમાં બદલાઈ ગઈ અને કાર્તિકે લગ્નનુ ખોટુ વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા. મૈત્રેયાએ કહ્યુ કે પહેલા તેણે તેમની સાથે અનૌપચારિક રીતે લગ્ન કર્યા અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા.  
 
મૈત્રેયાએ કહ્યુ કે કાર્તિકના માતા-પિતાને આ બંનેના સંબંધોની માહિતી છે. કાર્તિક તેને પોતાની ઘરે પણ લઈ ગયો હતો અને પોતાના માતા-પિતા સાથે મુલાકાત પણ કરાવી. પણ તેની માતાએ કાર્તિકની પત્નીના રૂપમાં મૈત્રેયાને સ્વીકારવાની ના પાડી દીધી હતી કારણ કે તેમણે કાર્તિક માટે છ વર્ષ પહેલા જ કોઈ બીજી યુવતી પસંદ કરી લીધી હતી. ત્યારબાદ પણ કાર્તિકે તેને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કરશે. પણ કેટલાક સમયથી તે તેનાથી દૂર થવા માંડ્યો હતો.