શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (14:05 IST)

કૃષિ વિકાસમાં રસ દાખવવો જરૂરી

નવી દિલ્હી(વાર્તા) અનાજ, તેલ અને અન્ય ચીજ વસ્તુઓના ઉંચા ભાવના કારણે તેમાં મુદ્રાસ્ફિતી વધે તેવી આશંકા બજેટ સમિક્ષામાં ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે કરી હતી.

વિશ્વમાં ફેલાયેલી અનિશ્ચીતતાના લીધે મોંઘવારી પર લગામ કસવી સરકાર માટે 2008-09 દરમિયાન મોટો પડકાર છે. આ આશંકાભરી પરિસ્થીતી હોવા છતાંય વિત્તમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આવનારા વર્ષોમાં વિકાસ દર સારો રહેશે અને મોંઘવારી પર નિયંત્રણ મેળવી લેવામાં આવશે.

તેમણે જણાવ્યુ હતુ કે, પાછલા કેટલાય વર્ષોથી દેશના ખેડુતોની હાલતમાં કોઈ સુધારો આવ્યો નથી. અલબત્ત તેઓની રોજીરોટીનો આધાર વરસાદ પર નિર્ભર છે જેથી કૃષિ વિકાસ માટે લગાતાર જોર લગાવવુ પડશે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.