ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By નઇ દુનિયા|

કોંગ્રેસીઓ ચમચાગીરી બંધ કરો-'કોંગ્રેસ સંદેશ'

શુભચિંતકે લખેલા પત્રને 'કોંગ્રેસ સંદેશ'માં પ્રકાશીત કરાયો

નવી દિલ્હી(એજન્સી) કોંગ્રેસીઓ ચમચાગીરી બંધ કરી દે, તો પાર્ટીની સ્થીતીમાં સુધાર થઈ શકશે- તેવુ 'કોંગ્રેસ સંદેશ'ના મહત્વના સ્થાને પ્રકાશીત કરવામાં આવ્યુ છે. કોઈ શુભચિંતકે લખેલા પત્રને અગ્રીમતા આપીને કોંગ્રેસીઓને માનસિકતા બદલવાનો સંદેશ આ લેખ દ્વારા આપવામાં આવ્યો છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, 'કોંગ્રેસ સંદેશ'માં પાર્ટીના એક શુભચિંતકનો સ્ફોટક પત્ર મહત્વના સ્થાને છાપવામાં આવ્યો છે. આ પત્રમાં કોંગ્રેસીઓને સલાહ આપવામાં આવી છે કે, પાર્ટીમાં ચાલી રહેલી ચમચાગીરી બંધ કરો, તો જ પાર્ટીની સ્થીતીમાં સુધાર આવે તેવી સંભાવના છે. 2007ના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પાર્ટીને કારમી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે સત્તાવિરોધી હવા ઉપર દોષ ઢોળી દેતુ રહે છે. જો, ખરેખર આ વાત સાચી હોય તો પશ્ચીમ બંગાળ અને ગુજરાતમાં સત્તાવિરોધી હવા કેમ નથી વહેતી તેવો સુચક સવાલ પણ કોંગ્રેસી કાર્યકર્તાઓને પુછવામાં આવ્યો હતો.

ગુજરાતની પરાજયથી નિરાશ ન થાવ-સોનિયા
'કોંગ્રેસ સંદેશ'માં કાર્યકર્તાઓના નામે પ્રકાશીત થયેલા મેડમ સોનિયાના પત્રમાં ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં મળેલી હારથી નિરાશ થયા વિના તેના કારણોમાંથી બોધ મેળવી આગળ વધવાનુ આહવાન કરવામાં આવ્યુ છે. ગુજરાત-હિમાચલમાં મળેલી પરાજયએ માત્ર ચુંટણી પુરતી સિમિત છે અને તે આર્દશ તથા સિધ્ધાંતોની હાર નથી તેવુ તેમણે પત્રમાં જણાવ્યુ છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, તેઓ કોંગ્રેસ શાસીત રાજ્યોમાં સરકારે કરેલા કામોને લોકો સુધી પહોંચાડે અને વિપક્ષ સાશીત રાજ્યોમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સરકાર સામે આંદોલન કરે અને મુખ્યમંત્રીઓને સલાહ આપી હતી કે, પાર્ટી અને સંગઠનને સાથે લઈને જનતાને આપેલા વચનનુ પાલન કરે.