મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (15:10 IST)

કોઇ પણ માર્કેટયાર્ડમાં વેપાર

રાજયભરના  ૨૧૩ માર્કેટયાર્ડ અને ૧૭૦ સબયાર્ડમાં હવે અમદાવાદ સહિતના કોઇ પણ જીલ્લાનો વેપારી કોઇ પણ માર્કેટયાર્ડમાં વેપાર કરી શકશે અને એટલું જ નહીં હવે  સ્‍પર્ધા વધતાં ખેડૂતોને વધુ ભાવ મળવાની શક્યતાઓ વધી જશે.  
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એપીએમસી એકટમાં સુધારો કરાતાં હવેથી કોઇ પણ જીલ્લાનો વેપારી  રાજ્‍યભરના તમામ માર્કેટયાર્ડ માટે સંયુક્‍ત લાઇસન્‍સ મેળવી  શકશે. આમ  વેપારીઓ રાજ્‍યમાં કોઇ પણ યાર્ડમાં વેપાર કરી શકશે. જેના કારણે  સ્‍પર્ધાત્મક વાતાવરણમાં  રાજયના તમામ વેપારીઓ અને ખેડૂતોને લાભ મળવાની શક્યતાઓ વધી જશે. ખેડૂતોને કૃષિ આધારિત ચીજોના  વધુ ભાવ મળવાની પણ શક્યતા વધી જશે.  દેશભરમાં ઓનલાઇન એપીએમસી શરૂ કરવાના કેન્‍દ્ર સરકારના પ્રોજેકટના પગલે  રાજ્‍ય સરકાર દ્વારા  એપીએમસી એકટમાં સુધારો કરવામાં આવ્યો છે, અત્‍યાર સુધી વેપારીઓ માત્ર અમુક વિસ્‍તાર પૂરતી જ સીમિત ખરીદી કરી શકતા હતા, જે હવેથી રાજ્‍યમાંથી કરી શકશે. 

કૃષિપ્રધાન બાબુભાઈ બોખીરિયાએ  જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં એકીકૃત ઇ-બજાર સ્‍થાપવાના હેતુ માટે ભારત સરકારના રાષ્‍ટ્રીય ખેતબજાર કાર્યક્રમને ધ્‍યાનમાં લઇને કોઇ વ્‍યકિત એક કરતાં વધુ બજારમાંથી ખેતઉત્‍પન્નની ખરીદી કરવા ઇચ્‍છતી હોય તેને હવે સંયુક્‍ત લાઇસન્‍સ ઉપલબ્‍ધ થઇ શ