બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2015 (16:04 IST)

કોઈને ખેડૂતની ચિંતા નથી બધાને રાજનીતિ કરવી છે - સુમિત્રા મહાજન

બુધવારે જંતર મંતર પર આત્મહત્યા કરનારા ખેડૂતના મુદ્દાને લઈને લોકસભામાં હંગામો કરી રહેલ વિપક્ષી સાંસદોને સ્પીકર સુમિત્રા મહાજને ફટકાર લગાવી. તેમણે કહ્યુ કે કોઈને પણ ખેડૂતની ચિંતા નથી. સૌ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. 
 
ગુરૂવારે વિપક્ષે સદનની કાર્યવાહી શરૂ થતા જ આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રશ્નકાળ સ્થગિત કરવાની માંગ કરતા કહ્યુ કે આ ગંભીર મુદ્દે ચર્ચા થવી જોઈએ. સંસદીય કાર્ય મંત્રી વૈકૈયા નાયડુએ કહ્યુ કે સરકાર ચર્ચા માટે તૈયાર છે અને તેના પર સ્પીકરે નિર્ણય કરવાનો છે. તેમણે કહ્યુ કે આ મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ. 
 
સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા માટે 12 વાગ્યાનો સમય નક્કી કર્યો. ત્યારબાદ સદનમાં વિવિધ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ગઈ.  પણ વિપક્ષના સાંસદ સતત નારેબાજી કરતા રહ્યા. સ્પીકરે કહ્યુ કે સભ્ય શાંતિ કાયમ રાખે. પણ  હોશ મે આવો હોશ મે આવોની નારેબાજી ચાલતી રહી. 
 
હંગામો ચાલુ રહેતા સ્પીકરે સાંસદોને ફટકાર લગાવી. તેમણે કહ્યુ, ગઈકાલે બચાવવા ગયા હતા. હવે બતાવી રહ્યા છો.  તેમ છતા સાંસદો પર કોઈ અસર ન થઈ. તેના પર તેમણે કહ્યુ  કોઈને પણ ગરીબ ખેડૂતોની કોઈ ચિંતા નથી. બધા પોતાની રાજનીતિમાં લાગેલા છે.