શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ગુજરાત અને મુંબઈમાં મેઘસવારી

વરસાદ ખેંચાતાં દુકાળની આશંકા સેવાઇ રહી છે ત્યાં વરસાદનું ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગમન થયું છે. રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. હવામાન ખાતાએ દક્ષિણ પશ્વિમના વરસાદ માટે મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશમાં પ્રવેશ માટે અનુકુળ પરિસ્થિતિઓની આશા વ્યક્ત કરી છે.

જોકે મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગુરૂવારે વાદળ મહેરબાન થયા હતા. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં વરસાદ થયો ત્યાં બંગાળના ગંગાવાળા વિસ્તાર તમિલનાડુ અને ઉત્તરી કર્ણાટકમાં આશા કરતાં વરસાદ ઓછો પડ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ મધ્ય અને ઉત્તરી વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થઇ ગયું છે. અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પણ થયો છે.

મુંબઈમાં પણ મેઘો વરસ્યો

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ શુક્રવારે જોરદાર વરસાદ થયો. લાંબી રાહ જોયા બાદ વરસાદે જ્યાં લોકોને અકડાવતી ગરમીથી રાહત અપાવી ત્યા બીજી તરફ રેલ અને ઉડાણ સેવાઓ પર તેની પ્રતિકૂળ અસર પડી છે.

વરસાદના કારણે વિમાનોના ઉડાણ ભરવામાં 25 થી 30 મિનિટ સુધી મોડુ થયું જ્યારે ઉપનગરીય ટ્રેન નિર્ધારિત સમયથી પાંચથી 15 મિનિટ મોડી ચાલી હતી. સમગ્ર શહેરમાં માર્ગો પર જબર્દસ્ત જામ લાગેલો હતો.

પશ્ચિમ મુંબઈના અંધેરી, મલાડ, સાંતાક્રૂજ, દહીસાર અને પૂર્વી મુંબઈના કુર્લા, સિયોન, ઘાટકોપર વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યાં. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે જામની સ્થિતિ જોવા મળી.