ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 22 નવેમ્બર 2014 (15:16 IST)

ગુણોત્સવની માટે આનંદીબેન સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ

ચાંદખેડાની વિસતમાતા પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન કરતાં મુખ્યમંત્રી બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જગાવો  આનંદીબહેન પટેલ ચાંદખેડાની વિસતમાતા પ્રા. શાળાના શિક્ષકગણ સાથે મૂલ્યાંકન બાદ બેઠક કરતાં શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં જ બાળકો સારૃ ભણવા અને સારા સ્વપ્ન જોતા જોતા થાય તે જોવાની ફરજ શિક્ષકની છે. તેમણે બાળકને માત્ર પુસ્તકિયા જ્ઞાન નહિ પણ સફળતા કેવી રીતે મળે છે તેના ઉદાહરણરૃપ વ્યક્તિઓ સાથે મુલાકાતો અને પ્રવચનો યોજવા જોઈએ. 


 
 






























તેમણે બાળકમાં કુતૂહલતાની સાથે જિજ્ઞાસાવૃત્તિ ખીલવવાનું કામ પ્રાથમિકશાળાના શિક્ષક જ કરી શકે આ આપણી નૈતિક જવાબદારી છે તે ભૂલવું જોઈએ નહી. જો કે તેમણે ગુણવત્તાસભર શિક્ષણ માટે વાલીઓને પણ એટલી જ જાગૃતતા રાખવા માટે એસ.એમ.સી.ની બેઠકમાં કહ્યું હતું.










































મુખ્યમંત્રી શાળાની મુલાકાત દરમ્યાન ગુણોત્સવની સાચી સફળતા વિશે પણ કેટલીક મહત્વની બાબતો કહી હતી.   જિલ્લામાં આજે ગુણોત્સવનો બીજો દિવસ હતો. આજે જિલ્લાની 120 જેટલી શાળાઓમાં મૂલ્યાંકન થયું હતું.