શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: અગરતલા , ગુરુવાર, 16 ઑક્ટોબર 2008 (19:07 IST)

ગ્લોબલ વોર્મિંગથી પૂર્વી તટને ખતરો

સદીના અંત સુધીમાં પાણીમાં ગરકાવ થશે

કેન્દ્ર વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં ખુલાસો થયો છે કે, દેશના પૂર્વી તટના નીચેલા ભાગો આગામી સદી સુધીમાં પાણીમાં ગરકાવ થઇ જશે.

અધ્યયનમાં એવી ભવિષ્યવાણી કરાઇ છે કે પૃથ્વી પર વધતા તાપમાનને લીધે આગામી વર્ષોમાં ઉડીસાના જગતસિંહપુર અને કેન્દ્રપાડા, આંધ્રપ્રદેશના નૈલ્લોર તથા તામિલનાડુમાં નાગપટ્ટીનમ શહેર સમુદ્રમાં ડુબી જશે.

વાતાવરણમાં આવી રહેલા બદલાવથી વિભિન્ન ક્ષેત્રો પર અસરને લઇને કરાયેલા અધ્યયન અનુસાર બંગાળની ખાડીમાં એક મીટર જળસ્તર વધવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, દેશમાં પૂર્વી તટના 5764 ચો.કિમી વિસ્તારને નુકશાન થવાની શક્યતા છે.

આગામી સદી સુધી ગ્લોબલ વોર્મિંગથી એકમાત્ર તટીય પ્રદેશ જ પાણીમાં ડૂબશે એવું નથી પરંતુ 70 લાખથી વધુ લોકો બેઘર બનશે. સાથોસાથ 4 હજાર 200 કિ.મી લાંબી સડકો નષ્ટ થઇ જશે. આ ઉપરાંત તટીય વિસ્તારોને આવનાર સમુદ્રી તોફાનોને લઇને સંવેદનશીલ માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર આ સદીના મધ્ય સુધી ભારતીય ઉપમહાદ્વીપથી મહાસાગરીય વિસ્તાર વધુ ગરમ થશે અને તાપમાનમાં 1.5થી 2 ડિગ્રી સે. સુધી તાપમાનમાં વૃધ્ધિ થશે. જ્યારે સદીના અંત સુધીમાં આ તાપમાનમાં 2.3 થી 3.5 ડિ.સેનો વધારો નોંધાશે.