શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 એપ્રિલ 2015 (17:45 IST)

ચોમાસુ કેવું રહેશે તે અખાત્રીજનો પવન કહેશે

હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આગામી ચોમાસુ કેવું રહેશે ? તે માટે જાણકાર ખેડૂતો દ્વારા મહત્‍વના એવા આવતીકાલે અખાત્રીજના વહેલી સવારે ૩ થી ૬ દરમિયાન ફુંકાયેલા પવનના અણસાર જોવાશે.

   હોળીની જાળ અંગેના સારા અણસાર તથા ચૈત્રી દનૈયામાં આઠ દનૈયા પૈકી શરૂઆતના ત્રણ અને અંતિમ દનૈયુ સારા તપ્‍યા હતા જ્‍યારે વચ્‍ચેના ચાર દનૈયામાં વાદળછાયુ વાતાવરણ વરસાદ બાદ હવે સૌની આશા અખાત્રીજના પવન ઉપર બંધાઇ છે. વરસાદનું મુખ્‍ય નક્ષત્ર આદ્રા ૨૨ જૂનથી બેસે છે.

   અખાત્રીજનો પવન જો વાયવ્‍ય દિશામાંથી વાય અને અગ્નિદિશા તરફ જાય તો વરસાદ સારો પડે તેવી જાણકારોમાં માન્‍યતા બંધાયેલી છે. પરંતુ જો પવન અગ્નિદિશા તરફથી વાયવ્‍ય તરફ જાય તો દુષ્‍કાળનો વર્તારો અને પવન પશ્ચિમ દિશા તરફથી પૂર્વ દિશામાં જાય તો વનરાજી ખીલી ઉઠવાના એંધાણ મળે છે.

   જોકે, હોળીની જાળ અને ચૈત્રી દનૈયાના પરિણામ પરસ્‍પર વિરોધી આવ્‍યા બાદ ખેડૂતોને આવતીકાલે અખાત્રીજના દિવસે ફુંકાતા પવનનો અભ્‍યાસ કરી જાણકાર ખેડૂતો આગામી ચોમાસા અંગેનો વર્તારો આપશે.