બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 7 જુલાઈ 2016 (15:41 IST)

જાકિર નાઈકના કાર્યક્રમમાં જવા બદલ દિગ્વિજયે આપી સફાઈ

2012માં જાકિર નાઈકના કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ ભાગ લીધો હતો.  દિગ્વિજય સિંહે કાર્યક્રમમાં જાકિરના ખૂબ વખાણ કર્યા હતા. આજે જે જાકિર નાઈક પર આતંકને પ્રોત્સાહિત કરનારા નિવેદન આપવાનો આરોપ લાગી રહ્યો છે એ જાકિરને દિગ્વિજય સિંહે શાંતિદૂત બતાવ્યા હતા. મીડિયામાં આવ્યા પછી દિગ્વિજયે પણ સ્પષ્ટતા આપવા આગળ આવવુ પડ્યુ છે. 
 
દિગ્વિજય સિંહે માન્યુ છે કે હા મે એ કાર્યક્રમમાં ગયો હતો. તમે મારી પૂર્ણ સ્પીચ જોઈ લો. હુ ત્યા સાંપ્રદાયિક સૌહાર્દની વાત કરી અને બધા ધર્મોની કટ્ટરતા વિરુદ્ધ બોલ્યો.  જ્યા સુધી જાકિર નાઈકની વાત છે કે તો તેમની ભૂમિકા ક્યાક શંકાસ્પદ લાગે છે તો સરકાર તપાસ કરે અને કાયદો પોતાનુ કામ કરે. 
 
કોંગ્રેસ સાંસદે કહ્યુ કે તેમને ડો. જાકિર સાહેબનુ બહુ નામ સાંભળ્યુ હતુ અને તેમને મળવાની તક મળી. તેમને એ વાતની ખુશી છે કે તેઓ શાંતિનો સંદેશ પૂરા વિશ્વમાં ફેલાવી રહ્યા છે. શાંતિથી જ પ્રગતિ થાય છે. 
 
શુ બોલ્યા હતા દિગ્વિજય 
 
આ કાર્યક્રમમાં દિગ્વિજયે અહી સુધી કહ્યુ કે દેશોના મુસ્લિમ ખુદને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેમણે કારણો તો નહી ગણાવ્યા પણ નાઈકના આ મંચ પરથી દિગ્વિવિજયે કહ્યુ કે મુસ્લિમોના મનમાં આ ભાવના છે કે તેમની સાથે ન્યાય નથી થઈ રહ્યો.  દિગ્વિજયે આ મંચ પરથી કહ્યુ હતુ હિન્દુઓની જવાબદારી છે કે તેઓ મુસલમાનોમાં સુરક્ષાની ભાવના જ્ન્માવે