મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (14:32 IST)

જિનપિંગના સ્વાગત માટે ગુજરાત સજી-ધજીને તૈયાર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે બપોરે પોતાના પ્રથમ ત્રણ-દિવસીય ભારતના પ્રવાસ હેઠળ અમદાવાદ આવી રહ્યા છે. આ શહેર તેમના ભવ્ય સ્વાગતની રાહ જોઈ રહ્યુ છે.  આ દરમિયાન જિનપિંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ટોચના એજંડા અને અન્ય દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર વાત કરવાની શક્યતા છે. 
 
જિનપિંગ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની સાથે ગુજરાતની વ્યવસાયિક રાજધાની અમદાવાદ પહોંચી રહ્યા છે. આ દરમિયાન મોદી તેમનુ અમદાવાદમાં સ્વાગત કરશે. જ્યારબાદ બંને દેશો વચ્ચે ક્ષેત્ર સાથે સંબંધિત કેટલીક સમજૂતી કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિના સ્વાગતમાં ગુજરાતને સજાવવામાં આવ્યુ છે. 
 
જિનપિંગના આ છ કલાકના પ્રવાસમાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગુજરાતી વ્યંજનોને પીરસવામાં આવશે. અમદાવાદમાં જિંગપિંગ મહાત્મા ગાંધીના સાબરમતિ આશ્રમનો પ્રવાસ કરશે અને ત્યા મોદી સાથે થોડો સમય વિતાવશે. મોદી ચીની રાષ્ટ્રપતિ માટે સાબરમતિ રિવરફ્રંટ પાર્કમાં આયોજીત રાત્રિભોજની આગેવાની કરશે. 
 
સાબરમતિ રિવરફંટમાં તેમના સ્વાગતમાં પતંગ મહોત્સવ અને નવરાત્રિ મહોત્સવ જેઆ કેટલાક આંતરરાષ્ટ્રીય મેગા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રિભોજમાં 150 ગુજરાતી વ્યંજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમને ગુજરાતના વિવિધ વિસ્તારોના વિશેષજ્ઞો અને મુંબઈ તેમજ દિલ્હીની તાજ હોટલની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે. દાવતની દેખરેખ મોદીના વ્યક્તિગત રસોઈયા બદ્રીના હાથમા રહેશે. સાંજે બંને નેતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે રવાના થશે.