શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (14:55 IST)

તમિલનાડુની પૂર્વ સીએમ જયલલિતાને જામીન મળ્યા

તમિલનાડુની પૂર્વ સીએમ જયલલિતાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર રોક લગાવતા જયલલિતાને અંતરિમ જામીન અપી દીધી છે. જયલલિતા 18 ડિસેમ્બર સુધી ઘરમાંથી નહી નીકળે. 
 
કોર્ટે જયલલિતાને કહ્યુ કે જો તે બે મહિનાની અંદર પેપરબુક ફાઈલ કરવામાં નિષ્ફલ રહી તો તેને એક દિવસનો પણ સમય નહી આપવામાં આવે અને જામીન રદ્દ કરવામાં આવશે. આ બાબતે આગામી સુનાવણી ડિસેમ્બરમાં થશે. 
 
સુપ્રીમ કોર્ટે જયલલિતાને એ પણ આદેશ આપ્યો કે તેમની પાર્ટીના કાર્યકર્તા રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઉભી ન કરે. કોર્ટે કહ્ય કે જો જયલલિતાના કહેવાથી પાર્ટી કાર્યકર્તા ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાશે તો અમે ગંભીરતાથી પગલા ઉઠાવીશુ.  
 
આવકથી વધુ સંપત્તિના બાબતે એઆઈએડીએમકે પ્રમુખ જયલલિતા આ સમયે બેગલુરુ સેટ્રલ જેલમાં બંધ છે. ટ્રાયલ કોર્ટે જયલલિતાને ચાર વર્ષ જેલની સજા સંભળાવી હતી. જ્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ તેમને જેલ મોકલવામાં આવ્યા.