ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

તાજમહેલ બન્યો જીવંત !

PRP.R
પ્રેમ માટે સમર્પિત સુપ્રસિધ્ધ તાજમહેલ ધરાવતું શહેર આગ્રા કેટલાય વર્ષો બાદ ફરી એકવાર આજથી જીવંત બન્યું છે. અહીંયા પર્યટકોના રાત્રિ રોકાણને પ્રોત્સાહન મળે એને લઇને અશોક ઓસવાલ ગ્રુપ દ્વારા સુંદર પ્રયાસ કરાયો છે. તાજમહેલ આકારમાં નિર્માણ કરાયેલ સાંસ્કૃતિક નાટ્યશાળામાં તાજમહેલના ઇતિહાસની ઝાંખી કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આજથી પ્રારંભ કરાયો છે.

PRP.R
આગ્રા દેશના અગ્રણી પર્યટકોમાંનુ એક છે. પ્રેમની દોહાઇ દેતા તાજમહેલને જોવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરંતુ અહીં રાત્રિ રોકાણ માટે કોઇ ખાસ પ્રયોજન ના હોય, મોટા ભાગના પર્યટકો દિલ્હી, જયપુર સહિતના આસપાસના સ્થળોએ પરત ફરે છે. આગ્રામાં જ પર્યટકોના રાત્રિ રોકાણને પ્રોત્સાહિત કરવા માટે એક અશોક ઓસવાલ ગ્રુપ દ્વારા અહીંયા સાસ્કૃતિક નાટ્યશાળાની સ્થાપના કરી સુંદર પ્રયાસ કરાયો છે. અહીંના ફતેહાબાદ રોડ પર કલાકૃતિ કલ્ચરલ એન્ડ કન્વેશન સેન્ટર નામથી ઇન્ટરનેશનલ પ્રકારની આ નાટ્યશાળામાં 1લી સપ્ટેમ્બરથી પ્રેમની શહેનાઇ ગૂંજી ઉઠી છે.

PRP.R
મોહબ્બત ધ તાજ નામના આ શોમાં વિશ્વ સ્તરીય અત્યાધુનિક પધ્ધતિનો ઉપયોગ કરાયો છે. તાજનગરી આગ્રામાં લાઇટ એન્ડ સાઉન્ડ પ્રકારનો આ પહેલો શો છે. તાજમહેલની પ્રતિકૃતિવાળા આ મોડલના પ્લેટફોર્મ ઉપર આ શો આહલ્દક બની રહેશે. શાહજહાં અને બેગમ મુમતાજની પ્રેમગાથાની સાથેસાથે 16મી સદીની ભારતીય સંસ્કૃતિને 60 જેટલા કુશળ કારીગરોની ટીમ આ શોને ઉજાગર કરશે.

PRP.R
ભારતીય સંસ્કૃતિને દેશ-વિદેશના પર્યટકો સમક્ષ અતિ ઉત્તમ રીતે પ્રસ્તૃત કરવાનો પ્રયાસ કરાયો છે. દોઢ કલાકના આ શોમાં દર્શકો તેનો પૂરેપૂરો આનંદ માણી શકે એ માટે હિન્દી, અંગ્રેજી સહિત વિવિધ આઠ ભાષાઓમાં આ કાર્યક્રમ તૈયાર કરાયો છે. 585 બેઠકોવાળા આ નાટ્યગૃહમાં દરેક બેઠક ઇયરફોનથી જોડાયેલી છે.

PRP.R
નાટ્યશાળાના આ પ્લેટફોર્મમાં રજુ થનાર આ મોડલ પાછળ કુશળ કારીગરોએ દસ વરસની મહેનત કરવી પડી છે. અત્યાધુનિક ઉચ્ચ સ્તરીય સરાઉંડ સાઉન્ડ સિસ્ટમવાળા કલાકૃતિ કલ્ચરલ એન્ડ કન્વેશન સેન્ટરનો ઉપયોગ આંતરાષ્ટ્રિય સંમેલનો, ગોષ્ઠી, પ્રોડક્ટ લોન્ચ તેમજ કોર્પોરેટ સેક્ટરની અન્ય બેઠકો માટે કરી શકાશે. આ નાટ્યશાળામાં 20 હજાર વ્યક્તિઓ બેસી શકે એવું વિશાળ જગ્યા પણ છે.