શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 23 ઑગસ્ટ 2014 (10:33 IST)

તીસ્તા સીતલવાડે ભડકાઉ ફોટો ટ્વીટ કર્યા

ખુદને નફરત અને હિંસા વિરુદ્ધ સક્રિય બતાવનારી માનવાધિકર કાર્યકર્તા તીસ્તા સીતલવાડે શુક્રવારે પોતાના ટ્વીટ દ્વારા લોકોને ભડકાવવાનું કામ કર્યુ. તેમણે ટ્વિટર પર એક ખૂબ જ આપત્તિજનક ફોટો પોસ્ટ કર્યો. આ ફોટોમાં આતંકવાદીઓને હિન્દુ દેવી દેવતાઓની જેવા બતાવ્યા છે. ત્રણ ફોટોના આ કોલોજમાં એક ફોટોમાં એક આતંકીને કાલી ની જેમ બતાવાયો છે. બીજામાં આતંકીના હાથમાં સુદર્શન ચક્ર જેવુ બતાવ્યુ છે. 
 
ત્રીજી ફોટો એ છે જે ઈસ્લામિક સ્ટેસના આતંકીઓને અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેની હત્યા પછી રજુ કરી હતી. જેમા ફોલેની સાથે તેનો હત્યારો આતંકી પણ દેખાય રહ્યો છે.  ત્રણેય ફોટો પર આઈએસ- આઈએસ લખવામાં આવ્યુ છે. એ સ્પષ્ટ નથી કે તીસ્તા આ ફોટો દ્વાર શુ કહેવા માંગી રહી હતી.  કારણ કે તેનુ શીર્ષક છે ખોફનાક હકીકત. 
 
ફોટો ટ્વીટ થતા જ તીસ્તા વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા થઈ. દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેરના પ્રાંત મહામંત્રી રામકૃષ્ણ શ્રીવાસ્તવે તીસ્તા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. ટ્વિટર પર પોતાના વિરુદ્ધ નારાજગી ભરી પ્રતિક્રિયા પછી તીસ્તાએ આ આપત્તિજનક ફોટો હટાવી લીધા અને માફી માંગતા સફાઈ આપી કે ફોટો ભૂલથી ટ્વીટ કરી દીધી હતી. કોઈનુ દિલ દુખાવવાનો ઈરાદો નહોતો. તેમ છતા તે ટ્વિટર પર ટ્રેંડ કરતી રહી.  તેની હરકતથી નારાજ લોકો તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ કરે રહ્યા છે.