શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ત્રણ પાકિસ્તાની આતંકવાદી ફરાર

વર્ષ 2000માં લાલ કિલ્લાની નજીક વિસ્ફોટ કરવાના આરોપમાં સજા ભોગવી ચુકેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદી ત્યારે ભાગી નીકળ્યો જ્યારે તેમને રાષ્ટ્રીય રાજધાનીના જીબી પંત હોસ્પિટલામં લઈ જવામાં આવી રહ્યો હતો.

અધિકારિક સૂત્રોએ શનિવારે અહી કહ્યુ કે આ ઘટના શુક્રવારે થઈ જ્યારે અબ્દુલ રજ્જાક, મોહમ્મદ સાદિક અને રફાકત અલીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. સૂત્રો એ જણાવ્યુ કે ત્રણેને લઈ જઈ રહેલ મેઘાલય પોલીસના કર્મચારીઓની સુરક્ષા એજંસી પૂછપરછ કરી રહી છે.

આ ત્રણેયને દિલ્લી પોલીસની વિશેષ શાખાએ કેદમાં રાખ્યા હતા. તેમને પાકિસ્તાન પાછા મોકલવા માટે વિદેશી ક્ષેત્રીય પંજીયન કાર્યાલયને સોંપવાના હતા.

સૂત્રોએ કહ્યુ કે દિલ્લી પોલીસ હવે ત્રણે વિરુધ્ધ વિદેશી અધિનિયમ હેઠળ રોક સંબંધી આદેશનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં નવો કેસ નોંધવાની તૈયારી કરી રહી છે.

ત્રણેયેની વર્ષ 2000માં 17 કિલોગ્રામ વિસ્ફોટક અને 50 કિલોગ્રામ હેરોઈનની સાથે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને કેદની સજા સંભળાવી હતી.

જીબી પંત હોસ્પિટલની ચિકિત્સા અધીક્ષક ડોક્ટર શશિ ગુરૂરાજે કહ્યુ કે અમે દર્દીઓની એક મહિનો જૂની યાદી જોઈ છે, જે અમારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. ન તો કાલે કે ન તો છેલ્લા છ મહિના દરમિયાન આ આતંકવાદીઓને ઈલાજ માટે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.