શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હી ગેંગરેપ પીડિતાના મોતથી આઘાતમાં દેશ (લાઈવ)

P.R

દિલ્હી ગેંગરેપ પીડિતાનુ શનિવારે વહેલી સવારે સવા બે વાગ્યે સિંગાપુરની હોસ્પિટલમાં મોત થઈ ગયુ. પહેલા દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં અને પછી સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં ડોક્ટરોને બચાવવાની ભરપૂર પ્રયત્ન કર્યો. ક્ષણ-ક્ષણના સમાચાર પર એક નજર :

- જયપુરના સ્ટેચ્યૂ સર્કલમાં સેંકડો શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવી સંગઠનોએ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
- એયર ઈંડિયાનું વિમાન સિંગાપુર પહોંચ્યુ.
- કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે કહ્યુ, રાજકીય સન્માનની સાથે થાય પીડિતાનો અંતિમ સંસ્કાર
- હૈદરાબાદના બરકતપુરા ચમન વિસ્તારમાં સાંજે છ વાગ્યે કેંડલ લઈટ માર્ચ
- લોકોનો આક્રોશ જોઈને પરત ફર્યા દિલ્હીના મુખ્યમંત્રી
- જંતર મંતર પહોંચી મ્મુખ્યમંત્રી શીલા દિક્ષિત, પ્રદર્શનકારીઓએ ઘેરીને નારા લગાવ્યા
- ત્રણ જાન્યુઆરી સુધી મુદ્દા અંગે ચાર્જશીટ દાખલ કરી દેશે પોલીસ
- દિલ્હીમાં વધુ એક પોસ્ટમોર્ટમની શક્યતા
- પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યુ, આરોપીઓ પર હત્યાનો કેસ નોંધાયો
- જંતર-મંતર પર ભારે ભીડ જમા, શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે લોકો
- સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શોક સંવેદનાનો વરસાદ
- અમદાવાદ, જયપુર, કલકત્તા સહિત ઘણા મોટા શહેરોમાં પીડિતાના મોતથી લોકો દુ:ખી
- શિવાજી ચોકમાં બાંદ્રા સ્ટેંડ પર ચાર વાગ્યે પીડિતાને મુંબઈવાસીઓની શ્રદ્ધાંજલિ
- દિલ્હી ગેંગરેપ પીડિતાના મોતથી બોલીવુડ દુ:ખી
- લખનૌમાં પણ શાંતિપૂર્ણ રૂપે પ્રદર્શન ચાલુ, લોકોએ ગેંગરેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપી.
- એબીવીપી આ વર્ષે નવા વર્ષનો જશ્ન નહી મનાવે.
- શીલા દિક્ષિતે ગૃહમંત્રીને પ્રદર્શનકારીઓને ઈંડિયા ગેટ જવાની મંજૂરી આપવાની માંગ કરી.
- દેશમાં ઘણી જગ્યાએ શાંતિપૂર્ણ પ્રદર્શન - જો કડક કાયદો બને તો તેમની પાર્ટી પણ સરકારની સાથે છે
- લાલૂ બોલ્યા દેશની પુત્રીઓ સાથે થઈ રહેલ બળાત્કારની ઘટના શરમજનક
- રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ વિદ્યાર્થીના મોત પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યુ.
- રસ્તાઓ પર મુક્યા પોસ્ટર, નારા નહી લગાવ્યા.
- જંતર-મંતર પર એકત્ર થયા પ્રદર્શનકારી
- સોનિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે યુવતીના મોતના સમાચારથી કોંગ્રેસ અધ્યક્ષ આધાતમાં છે અને ખૂબ જ દુ:ખી છે.
- ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પીડિતાના મોત પર શોક પ્રગટ કર્યો. શાંતિ કાયમ રાખવાની અપીલ કરતા તેમણે કહ્યુ કે સરકાર સંવેદનશીલ, કાયદામાં ફેરફાર કરશે.
- ગૃહવિભાગ અને દિલ્હી પોલીસન અધિકારી પણ વિમાનમાં
- સવારે પોણા દસ વાગ્યે સિંગાપુર માટે રવાના થયુ વિમાન.
- દિલ્હી પોલીસે આપી રામલીલા મેદાન, જંતર-મંતર પર પ્રદર્શનની અનુમતિ.
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચાલતી બસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ 23 વર્ષીય યુવતીના નિધન પર શોક વ્યક્ત કર્યો.
- સિંહે કહ્યુ કે સરકાર એવા પગલા ઉઠાવશે જેથી ફરી આવી ઘટના ન બને.
- સરકાર કઠોર પગલા ઉઠાવીને આરોપીઓને કડકમાં કડક સજા આપશે.
- ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહે કહ્યુ કે આ દુ:ખભર્યા સમાચાર છે.
- શીલા દિક્ષિતે કહ્યુ કે બહાદુર યુવતીના મૃત્યુ થવુ ખૂબ જ દુ:ખદાયક છે. આ આપણા સૌ માટે એવી ક્ષણ છે જ્યા આપણને શરમ પણ આવે છે અને દુ:ખ પણ થાય છે.
પીડિતાના શબને ભારત લાવવામાં આવશે, બપોરે 4 વાગ્યા સુધી આવી જશે શબ.
- ડોક્ટરોએ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા, ધણા અંગો નિષ્ક્રિય થઈ ગયા હતા.
- સિંગાપુરમાં ભારતીય દૂતાવાસના અધિકારીએ કહ્યુ કે શુક્રવારે પીડિતાની હાલત વધુ બગડી ગઈ હતી.
- પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીડિતાના મોત પર શોક વ્યક્ત કરતા તેને શ્રદ્ધાંજલિ આપી.
- ઈંડિયા ગેટની આસપાસ 10 મેટ્રો સ્ટેશન બંધ
- દિલ્હી પોલીસે કહ્યુ કે રાજપથ, વિજય ચોક સહિત ઈંડિયા ગેટ તરફ જનારા બધા રસ્તા બંધ.
- દિલ્હીમાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા
- દિલ્હી પોલીસે આરોપીઓ પર હત્યાની ધારા પણ લગાવી
- પીડિતાનુ શબ ભારત લાવવાની તૈયારી. ભારતીય દૂતાવાસના અધિકારી સાથે.
- ગેંગરેપ પીડિતાનું સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં નિધન.