શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 3 સપ્ટેમ્બર 2014 (11:36 IST)

દિલ્હી ધારાસભ્ય જીતેન્દ્ર શંટી પર ફાયરિંગ

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારના શહાદરાથી ભાજપા ધારાસભ્ય જીતેન્દ્ર શંટી પર બે અજ્ઞાત લોકોએ બુધવારે સવારે ફાયરિંગ કર્યુ. હુમલામાં શંટી બચી ગયા. ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.  
 
સીસીટીવી કેમેરાની ફુટેજ દ્વારા જાણી શકાય છે કે બે અજ્ઞાત લોકોમાંથી એકે શંટી પર ફાયરિંગ કર્યુ. ઘટના શંટીના ઘરની બહારની છે. હુમલાખોરોની શંટી સાથે વિવાદ થયો જ્યારબાદ એક હુમલાવરે બે ત્રણ ગોળીઓ ચલાવી. નસીબજોગે શંટીને એક પણ ગોળી વાગી નહી. ઘટના પછી શંટીએ પોલીસને જણાવ્યુ કે તેઓ હુમલાખોરોને ઓળખી ન શક્યા. હુમલાખોરોમાંથી એકે હેલમેટ પહેરી હતી.    
 
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.  પોલીસ તપાસમાં મદદ માટે સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. શંટીએ જણાવ્યુ કે સવારે લગભગ 5.30 વાગ્યે 10-12 વાર ઘરની બેલ વાગી. તેમણે દરવાજો ખોલ્યો તો સામે હેલમેટ પહેરેલ એક વ્યક્તિ ઉભો હતો.  તેને કેટલાક દસ્તાવેજ અટેસ્ટેડ કરાવવાની વાત કરી.  દસ્તાવેજ જોયા પછી જેવા તેઓ ઘરમાં ઘુસવા માટે વળ્યા તો હુમલાવરે તેમની કોલર પકડી લીધી અને રિવોલ્વર કાઢી. હુમલાવરે ત્રણ ચાર રાઉંડ ફાયરિંગ કર્યુ.