શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2015 (13:58 IST)

દિલ્હી વિધાનસભા ચૂંટણી - 'આપ' નું સોગંધનામુ રજુ થયુ.. જાણો શુ છે વિશેષ

ગયા વર્ષે દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી દિલ્હીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પોતાનો નવો મેનિફેસ્ટો રજુ કરી દીધો છે. મેનિફેસ્ટોમાં અનેક લોભાવનારા વચનો આપવામાં આવ્યા છે. જેમા દિલ્હીવાસીઓ માટે વીજળી, પાણી અને સુરક્ષા પર વધુ ધ્યાન આપ્યુ છે.  આ અવસર પર આપ ના તમામ મોટા નેતાઓની સાથે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા.  
 
સોગંઘનામુ રજુ કરતા કેજરીવાલે કહ્યુ કે અમે દિલ્હીમાં જન લોકપાલ બિલ પાસ કરીશુ અને દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે પણ કામ કરીશુ. કેન્દ્ર સરકાર સાથે વાત કરતા દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવીને રહીશુ. 
 
તેમણે કહ્યુ કે મેનિફેસ્ટો અમારા માટે ધર્મગ્રંથ છે. એવી દિલ્હી બનાવીશુ જેના પર સૌ ગર્વ કરી શકીએ. પર્યાવરણ, મહિલાઓ, ઓટોવાળા, ટ્રેફિક, ઈકોનોમી... બધુ અમારા મેનિફેસ્ટોમાં છે. જેથી દિલ્હીને વધુ સારી બનાવી શકાય. દિલ્હીને વેપાર. શિક્ષા અને પર્યટનનુ કેન્દ્ર બનાવીશુ. આશીષ ખેતાનની આગેવાનીમાં 4 મહિનાની મહેનતથી આ જાહેરાત પત્ર બનાવવામાં આવી છે. તેમા દિલ્હીથી લઈને તમારા અને તમારા સ્વપ્ન છે. 
 
કેજરીવાલે કહ્યુ કે દિલ્હીને અમે ફ્રી વાઈ-ફાઈ સિટી બનાવીશુ. એ મહિલાઓની સુરક્ષા માટે પણ જરૂરી છે. દરેક બસની અંદર ગાર્ડ ગોઠવાયેલા હશે. અને આખા શહેરમાં 10થી 15 સીસીટીવી કૈમેરા પણ લગાવીશુ. તેમણે કહ્યુ કે દરેક પરિવારને 20 હજાર લીટર પાણી દર મહિને મફત આપીશુ. ઓડિટ પછી દિલ્હીમાં વીજળીના ભાવ ઓછા કરીશુ.