ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હી સામુહિક બળાત્કાર પીડિતાનું મોત, કોણે શુ કહ્યુ

.
P.R
દિલ્હીમાં 12 દિવસ પહેલા સામુહિક બળાત્કારનો ભોગ બનેલ છોકરી જીંદગીની જંગ હારી ગઈ છે. સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં રાત્રે સવા બે વાગ્યે તેનુ મોત થઈ ગયુ.

દિલ્હીમાં ઈલાજ દરમિયાન યુવતી હોશમાં હતી અને પરિવારના લોકો સાથે વાત પણ કરી રહી હતી. પણ અચાનક ગુરૂવારે તેને હાર્ટએટેક આવ્યા બાદ તેને સિંગાપુર મોકલવામાં આવી હતી. જ્યા ગઈકાલે રાત્રે તેના શરીરના ઘણા અંગોએ કામ કરવુ બંધ કરી દીધુ હતુ. યુવતીના મોતના સમાચારથી આખો દેશને આધાત લાગ્યો છે. 12 દિવસ સુધી મોતને હાથતાળી આપનાર યુવતીને શ્રદ્ધાંજલિ આપવાનો અવિરત સિલસિલો ચાલી રહ્યો છે.

યુવતીના મોતને વ્યર્થ નહી જવા દઈએ - વડાપ્રધાન

આ ગંભીર ઘટનાથી દેશના તમામ લોકો અત્યંત દુ:ખી છે. વડાપ્રધાન મનમોહન સિંહે આ ઘટના અંગે શોક પ્રદર્શિત કરતા જણાવ્યું કે તેઓ અત્યંત દુ:ખી છે. એમણે કહ્યું, 'આ દુ:ખદ ક્ષણોમાં હું યુવતીના પરિવારજનો અને મિત્રો સાથે જ છું. તેમણે કહ્યુ કે એ આપણા પર છે કે આપણે તેના મોતને વ્યર્થ ન જવા દે અને દેશમાં સ્ત્રીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરીએ.

શીલા દીક્ષિતે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.

દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પીડિતાના પરિવાર પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું, 'એ યુવતી ખૂબ બહાદુર હતી.' શીલા દીક્ષિતે જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે આ દુ:ખની ઘડીમાં તેઓ સંયમ જાળવે. એમણે આ ઘટનાને શરમજનક ગણાવી હતી.

લોકોના રોષનો સામનો કરવા દિલ્હી પોલીસની કવાયત

સિંગાપોરમાં પીડિતાના મૃત્યુ બાદ રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવાઈ છે. પોલીસ લોકોના ગુસ્સાને ખાળવાની કોશિશમાં લાગી ગઈ છે. દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું છે કે સામાન્ય જનતા માટે ઇન્ડિયા ગેટ તરફ જતા તમામ માર્ગો બંધ કરી દેવાયા છે. આ ઉપરાંત રાજપથ અને વિજય ચોક તરફ જતા રસ્તાઓ પણ બંધ કરી દેવાયા છે.

દિલ્હીના 10 મુખ્ય મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીમાં થનાર પ્રદર્શનને ધ્યાને રાખીને 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. જે સ્ટેશનોને બંધ કરી દેવાયા છે એમાં રાજીવ ચોક, માંડી હાઉસ, પ્રગતિ મેદાન, કેન્દ્રીય સચિવાલય, બારાખંભા માર્ગનો સમાવેશ થાય છે.

વિશેષ વિમાન દ્વારા મૃતદેહ ભારત લાવવામાં આવશે

પીડિતાએ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પીટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોએ એને બચાવવાના તમામ પ્રયત્નો કર્યાં પરંતુ એ બચી ન શકી. ભારતીય એલચી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુવતીના મૃતદેહને શનિવારે બપોરે વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે.