શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2015 (14:15 IST)

દેશમાટે મોદીએ લખ્યો પત્ર - જણાવી સરકારની સિદ્ધિઓ

એક વર્ષ પૂર્ણ થવા અવસરે મોદીએ દેશના લોકોના નામે એક પત્ર લખ્યો છે. જેમાં સ્વભાવિક રીતે જ સરકારના કામોના વખાણ છે. મોદીએ આ પત્રમાં લખ્યું  છે કે પહેલા વર્ષમાં તેમની સરકારે જે કાર્યો કર્યા તેનાથી દેશે ગુમાવેલો વિશ્વાસ પરત આવી ગયો છે. મોદીએ લખ્યું કે ગત વર્ષે જનતાના આશીર્વાદથી તેમને વદા પ્રધાન બનવાની જવાબદારી મળી હતી. મોદીએ કહ્યું કે તેઓ ખુદને પ્રધાન સેવ્ન માનીને અ જવાબદારી નિભાવી રહ્યા છે. 
 
તેમણે કહ્યું કે જ્યારે તેમની સરકારે કામ કરવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે દેશની આર્થિક હાલત ખરાબ હતી.પરંતુ અત્યારે ભારત દુનિયાની સૌથી ઝડપથી સુધરતી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હવે દેશમાં રોકાણ પણ વધ્યું છે . મેક ઈન ઈંડિયા અને સ્કિલ ઈંડિયા અભિયાનનો ઉલ્લેખ કરી. મોદીએ પત્રમાં લખ્યું કે સરકારે મુદ્રા બેંક બનાવી છે . જેમાંથી નાના રોજગાર ચલાવનારને 10 હજારથી લઈ 10 લાખ સુધીની લોન મળી શકે છે. 
 
મોદીએ પત્રમાં આગળ લખ્યું કે કાળા નાળાને લઈને સરકારે ન માત્ર એસાઅઈટીની રચના કરી પરંતુ વિદેશોના કાળું નાળું રાખનારા લોકો સામે કાર્યવાહી કરવા કાયદો પણ બનાવ્યો . ઉપરાંત મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન  , સ્વચ્છ ભારત અભિયાન , નમામિ ગંગે અને ડિઝિટલ ઈંડિયા જેવા અભિયન વિશે પણ પત્રમાં ઉલ્લેખ કર્યા. 
 
ભ્રષ્ટાચારના મુદ્દા પર મોદીએ પત્રમાં લખ્યું કે તેમની સરકાર પારદર્શી ભ્રષ્ટાચાર મુક્ત નીતિ આધારિત અને તરત ન્ર્ણયો લેનારું શાસન ચલાવી રહી છે. પહેલાના સમયમાં દેશમાં સંસાધનોની ફાળવળી મનફાવે તેવી રીતે જાણીતા ઉદ્યોગપતિઓને કરી દેવાતી હતી. પરંતુ સરકારે નિર્ણય કર્યો કે હવે હરાજી કારાવાશે. 
 
મોદીએ લખ્યું કે કોલસા  ખાણોની ફાળવાણીથી 3 લાખ કરોડ અપેક્ટ્રમ હરાજીથી 1 લાખ કરોડ કરતા વધુ રકમ સરકરી ખજાનાને પ્રાપ્ત થઈ પત્રમાં મોદીએ જન ધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાઅ અને અટલ પેંશન યોજનાનો વાત કરી અંતમાં તેમણે લખ્યું કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે મળી કામ કરવાનો પ્રારંભ કર્યો છે.