શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 27 જુલાઈ 2015 (12:28 IST)

ધરતીમાંથી એલિયન જેવો દેખાતો નાનકડો માનવ જીવ નીકળ્યો... !!

ટ્યૂબવેલ માટે ધરતી  ખોદી રહેલા એ લોકોને ખબર પણ નહોતી કે પાણીને  બદલે ધરતીમાંથી આવુ કંઈક અદ્દભૂત નીકળી આવશે. આ કિસ્સો  જોધપુરના બાવડી ગામનો  છે.  આ ગામમાં કેટલાક લોકો પાણી માટે ટ્યૂબવેલ ખોદી રહ્યા હતા પણ ખોદકામ વખતે કઈક એવું નીકળી આવ્યુ જેને જોઈને બધા ચોકીં  ગયા. 
 
એક સમાચાર મુજબ જમીન ખોદી રહેલા પરિવારને જમીનમાંથી માનવની આકૃતિ જેવો નાનકડો જીવ મળ્યો છે. જોવામાં આ બિલ્કુલ એલિયન જેવો લાગી રહ્યો છે.  આ એટલા નાના છે જેને જોઈને બધા હેરાન રહી ગયા. આ નાના માનવને  બન્ને હાથથી  પકડીને ફોટા પડાવ્યા. જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
આ ફોટા સોશલ મીડિયા પર વાયરલ તો થયા છે પણ અત્યાર સુધી કોઈને ખબર નહી પડી કે આ જીવ ધરતીની અંદર ક્યાંથી આવ્યું. આ જીવ દેડકા જેવા દેખાય રહ્યું છે.