શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (11:48 IST)

નટરાજનને રાહુલ પર લગાવ્યા ગંભીર આરોપ, આરોપોની તપાસ કરશે પર્યાવરણ મંત્રાલય

કોંગ્રેસના બાગીઓમાં નવુ નામ પૂર્વ પર્યાવરણ મંત્રી જયંતી નટરાજનનું છે. તેણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કામ-કાજમાં દખલ આપવા અને પર્યાવરણ મંજુરીના સંબંધમાં વિશેષ અનુરોધ કરવાનો આરોપ લગાવ્યો છે. 
 
જયંતીએ કહ્યુ કે તેમને અનેક નવા પ્રોજેક્ટૅ રાહુલ ગાંધીના કહેવા પર રોકવા પડ્યા. જ્યારે કે તેમના કેબિનેટના સહયોગી તેમને મંજુરી આપવાની માંગ કરી રહ્યા હતા. આ સંબંધમાં તે 12:30 વાગ્યે ચેન્નઈમાં પ્રેસ કોંફ્રેંસ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે તે પાર્ટીમાંથી રાજીનામુ આપી શકે છે.  પણ હાલ તેમની કોઈ પાર્ટીમાં જવાની યોજના નથી. 
 
ઉલ્લેખનીય છે કે આ મામલાને બીજેપીએ હાથોહાથ લીધો છે. કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે છેવટે અફવાઓ સાચી પડી. તેમણે કહ્યુ કે પ્રોજેક્ટમાં મોડુ થવુ અર્થવ્યવસ્થા સાથે રમત છે. અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવા પર ફરી વિચાર કરવો જોઈએ. તેના થોડીવાર પછી જ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે નટરાજનના આરોપોની તપાસ કરવાનુ એલાન કર્યુ. 
 
નવેમ્બરમાં જયંતીએ સોનિયા ગાંધીને કડક શબ્દોમાં એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના કેટલાક લોકો મીડિયા દ્વારા તેમના વિરુદ્ધ દૂષ્પ્રચાર કરી રહ્યા છે. નટરાજને મુજબ આ દુષ્પ્રચાર ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધી પોતાના પર્યાવરણના પક્ષમાં અપનાવેલ વલણ છોડીને કોર્પોરેટ પ્રેમી થઈ ગયા. 
 
ઉલ્લેખનીય છે કે નટરાજને લખ્યુ છે કે  મને રાહુલ ગાંધી અને તેમના ઓફિસ તરફથી વિશેષ અનુરોધ મળતા હતા. જે અમારા માટે આદેશ હતા.  જેમા કેટલાક મહત્વપુર્ણ ક્ષેત્રોમાં પર્યાવરણને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. મે એ આદેશોનું પાલન કર્યુ.