મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (13:07 IST)

નરેન્દ્ર મોદી પૂર્વ જન્મમાં જાણીતા મુસ્લિમ નેતા હતા ?

નવી દિલ્હી 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ  જન્મમાં મુસલમાન હતા તેમ કહેવામાં આવે તો ભલભલા ચક્કર ખાઈ જાય. પરંતુ અમેરિકાની એક સંસ્થાએ ઉંડી શોધ બાદ આવો દાવો કર્યો છે. આ સંસ્થા ઘણા મહાન હસ્તિઓ પર શોધ કરી ચૂકી છે. સંસ્થાની વાત માનીએ તો દરેક મહાન આદમી પોતાના પૂર્વ જન્મમાં પણ મહાન હોય છે. 
 
ઈંસ્ટિટ્યુટ ફોર ધ ઈંટિગ્રેશન ઓફ સાયંસ ઈંયુશન એંડ સ્પીરિટ (IISIS) નામની આ સંસ્થા પૂર્વ જ્ન્મ તથા પૂર્વભાસ જેવા વિષયો પર કામ કરે છે. મનોવિસ્લેકોની મદદથી આ સંસ્થા ઘણા સ્ત્રી ,પુરૂષો ,બાળકો અને પશુ પક્ષીઓના પૂર્વજ્ન્મ પર અભ્યાસ કરી ચૂકી છે. 
 
એક ભારતીય જયારે સંસ્થાની મદદથી નરેન્દ્ર મોદીના પૂર્વ જ્ન્મ અંગે જાણવા માંગ્યુ ત્યારે તેને જે કહેવામાં આવ્યું તે ચોંકાવનારું હતું. સંસ્થાએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી પૂર્વ જન્મમાં જાણીતા મુસ્લિમ નેતા હતા.તે મુસ્લિમ નેતાઓ મુસલમાનિના વિકાસના કામ તો કર્યા જ હતાં ઉપરાંત પાકિસ્તાનન આ નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
IISISની વેબસાઈટ પર છપાયેલા વોલ્ટર સેમિકેવના લેખ મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપક સર સૈયદ અહમદ ખાને જ નરેન્દ્ર મોદીના રૂપમાં જન્મ લીધો છે. સેમિકીવે દાવો કર્યો છે કે એક અન્ય સંશોધનકર્તા કેવિન રિયર્સની સાથે એક સંયુક્ત સત્રમાં એક ભારતીયએ તેમને નરેન્દ્ર મોદીના પૂર્વ જ્ન્મ અંગે પૂછ્યું હતું. સેમિકીવ અને રિર્યર્સનની સાથે એક સંયુક્ત સત્રમાં એક ભારતીયએ તેમને નરેન્દ્ર મોદીના પૂર્વ જન્મ અંગે પૂછ્યું હતું. સેમિકીવ અને રિયર્સની એક અન્ય સંશોધનકાર અહાતુન રેની મદદ વડે નરેન્દ્ર મોદીના પૂર્વજ્ન્મનું સંશોધન કર્યું હતું. 
 
અહાતુનરેએ પ્રારંભિક શોધ બાદ જણાવ્યું હતું કે ,નરેન્દ્ર મોદી પૂરવજ્ન્મમાં લોકપ્રિય મુસ્લિમ નેતા હતા.જેમણે મુસ્લિમો માટે અલગ પ્રાંતની માંગ કરી હતી. તેમની આ કલ્પના પાકિસ્તાનના રૂપમાં સાકાર થઈ હતી. વધુ સંશોધન બાદ અહાતુને કહ્યું કે ,નરેન્દ્ર મોદી પૂરવ જ્ન્મમાં સર સૈયદ અહમદ હતા. 
 
તેમણે કહ્યું કે ,મોદી અને સર સૈયદના ચેહરામાં ઘણી સમાનતા છે. પોતાની શોધમાં તેણે દાવો કર્યો કે સર સર સૈયદ અહમદ ખાને જેવી રીતે મુસ્લિમોના શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી,તેમને  એક સૂત્રમાં બાંધવાનો પ્રયાસ કર્યો અને એક પ્રભાવશાળી નેતા તરીકે ઉભર્યો તેવી જ રીતે મોદી પણ પ્રભાવશાળી નેતા તરીકે ઉભરશે. 
 
સર સૈયદ અહમદ મુસ્લિમ હતા પરંતુ મોદી હિન્દુ ?  આ સવાલનો જવાબ આપતા સંશોધન કર્તાએ જણાવ યું હતું કે આત્મા ધર્મ જાતિ અને રાષ્ટ્ર બદલતી રહે છે.