ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (14:05 IST)

નર્મદા ડેમ ઓવર ફ્લો થવાથી બે મીટર દૂર

નર્મદા ડેમ ઓવર ફ્લો થવાથી બે મીટર દૂર

છેલ્લા અઠવાડિયા રાજ્યમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણી  છલકાઈ ગયા હતા . મધ્યપ્રદેશ અને ગુજરાત ના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી 119.89 મીટર સુધી પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી 120 મીટર કરતા ઉપર જાય તો તે ઓવરફ્લો થાય  છે. અને ભયજનક મનાય છે. ભરુચ અને સરદાર સરોવરમાં વહેતી નર્મદામાં 32,000 ક્યુસેક પાણી આવવાને કારણે ડેમ છલકાઈ ગયો હતો. ડેમમાં હાલ  42,000કયુસેક જેટલું  પાણી છે. 
 
હવામાનખાતાના સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન વરસાદી ઝાપટા ચાલું રહેશે મધ્યપ્રદેશ અને નર્મદાના બીજા ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહીના કારણે ડેમમાં હજુ પણ પાણી વધી શકે છે .જેના કારણે ભયજનક સપાટી પણ વધી શકે છે.