શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નાલંદા , મંગળવાર, 29 ઑક્ટોબર 2013 (15:24 IST)

નીતીશે આપ્યો મોદીને જવાબ 'ફક્ત હવા બનાવવાથી જનસમર્થન નથી મળતુ.'

.
P.R
નાલંદાના રાજ્ગીરમાં જનતા દળ યૂના ચિંતન શિબિરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બીજેપી અને નરેન્દ્ર મોદી પર ખૂબ નારાજ થયા. નીતીશ કુમારે કહ્યુ કે 17 વર્ષ જૂનુ ગઠબંધ તોડવા માટે અમે નહી પણ બીજીપે જવાબદાર છે. જેડીયૂના ચિંતન શિબિરમાં નીતીશ કુમારે નરેન્દ્ર મોદી પર પણ હુમલો બોલ્યો.

મોદી પર વરસ્યા નીતીશ

મોદી પર હુમલો બોલતા નીતીશે કહ્યુ કે ફક્ત હવા બનાવવાથી જનસમર્થન નથી મળતુ. પીએમ પદના દાવેદારને ધૈર્યવાન હોવુ જોઈએ. મોદી કેમ ઉતાવળા થઈ રહ્યા છે. મોદીની મજાક ઉડાવતા નીતીશે પૂછ્યુ કે મોદીને આટલો પરસેવો કેમ આવી રહ્યો હતો, તેઓ કેમ વારંવાર પાણી પી રહ્યા હતા.

નીતીશ આટલાથી જ રોકાયા નહી, તેમણે કહ્યુ કે મોદી ઈતિહાસનુ મહાજ્ઞાન બતાવે છે. રેલીમાં બનાવટી વાતો કરી રહ્યા હતા. નીતીશે કહ્યુ કે મોદીએ તક્ષશિલાને બિહારમાં બતાવી દીધુ જ્યારે કે એ તો પાકિસ્તાનમાં છે. એ જ રીતે ચંદ્રગુપ્તને ગુપ્તવંશના બતાવી દીધા. મોદીએ સિકંદરને ગંગા સુધી પહોંચાડી દીધા.

નીતીશે મોદીને પૂછ્યુ, મોદી બતાવે કે ક્યારે મે પીઠ પર છરો ભોક્યો, ક્યારે અમે જેપીનો સાથ છોડ્યો. બિહાર પૂર પીડિતો માટે ગુજરાત સરકારના ચેક પરત કરવાના મુદ્દા પર નીતીશે કહ્યુ કે મોદીએ આની જાહેરાત આપવી શરૂ કરી દીધી હતી. તેથી ચેક પરત કર્યો. પણ પછી આ ચેકનો ફાયદો ઉઠાવાયો.

અધિકાર રેલીમાં વધુ ભીડ - નીતીશ

મોદીની રેલીમાં ભીડ એકત્ર થવા પર નીતીશે કહ્યુ કે દિલ્હીમાં તેમની અધિકાર રેલીમાં આનાથી વધુ ભીડ એકત્ર થઈ હતી અને આ રેલી કોઈ વ્યક્તિ વિશેષ માટે નહોતી. પણ બિહારની જનતા માટે હતી. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં થયેલ જેડીયૂની અધિકાર રેલીમાં ભીડનો રેકોર્ડ નહી તૂટે. બીજેપીનો સાથ છોડ્યા બાદ બીજેપી પર નીતીશે કહ્યુ કે પહેલા સાથે હોય તો બધા ગુણ દેખાય છે, અને આજે દોષ દેખાય રહ્યા છે. પણ અમે તો ગુણ અને દોષનું વર્ણન હોશોહવાસમાં કરીએ છીએ.

અમે તરત જ પગલા લીધા - નીતીશ

પટના ધમાકા પર નીતીશે કહ્યુ કે અમે રીલીમાં કડક સુરક્ષાના આદેશ આપ્યા હતા. ધમાકા પછી પણ તરત જ કાર્યવાહી થઈ. નીતીશે કહ્યુ કે હું આતંકી ઘટનાઓની નીંદા કરુ છુ. આજે અમારા કેટલાક જૂના મિત્રો આ વાતનો આરોપ લગાવી રહ્યા છે કે સુરક્ષામાં ભૂલ થઈ. મેં પોલીસ ઓફિસરોને આદેશ આપ્યો હતો કે મોટી રેલીની સુરક્ષા આપવામાં આવે. વ્યક્તિગત રૂપે જોવુ એ કોઈ પરંપરા નથી. પણ જો એ ઈચ્છતા હતા તો અમને વ્યક્તિગત રૂપે કહી દેતા.