શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 10 ઑગસ્ટ 2016 (16:50 IST)

પતંજલિની વિવાદાસ્પદ પુત્રજીવક વટીનુ રહસ્ય ખુલશે, તપાસના આદેશ

કેન્દ્રએ ઉત્તરાખંડ સરકારને કહ્યુ છે કે તેઓ બાબા રામદેવના પતંજલિ આયુર્વેદની વિવાદાસ્પદ ઔષધિ પુત્રજીવક વટી સાથે સંકળાયેલ મુદ્દા વિશે તપાસ કરે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ફગન સિંહ કુલસ્તેએ દિગ્વિજય સિંહના એક સવાલના જવાબમાં રાજ્યસભાને આ માહિતી આપી. 
 
તેમણે કહ્યુ કે આયુષ મંત્રાલયે ઉત્તરાખંડ સરકાર સાથે આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ મોકલવાનો અનુરોધ કર્યો છે. કુલસ્તેએ કહ્યુ કે ઉત્તરાખંદ સરકારે પોતાની રિપોર્ટ હજુ સુધી કેન્દ્ર સરકારને સોંપી નથી. 
 
ઉત્તરાખંડ સરકારે સ્વામી રામદેવની ફાર્મસી દ્વારા બનાવેલ આ વિવાદાસ્પદ દવાની તપાસ માટે ગયા વર્ષે ત્રણ સભ્યોની એક તપાસ સમિતિ બનાવી હતી અને તેને પોતાની રિપોર્ટ સોંપી દીધી. બતાવાય છે કે આ રિપોર્ટ યોગગુરૂના પક્ષમાં નથી.