શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (14:09 IST)

પાટીદારોની મંગળવારની સભાથી અમદાવાદને 3,500 કરોડનુ નુકશાન

મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ ખાતે યોજાયેલી સભાના કારણે પાટેદારોને ઓબીસીમાં અનામતનો લાભ મળશે કે નહી તે તો ખબર પડશે પણ આ સભના કારણે અમદાવાદમે મોટો આર્થિક ફટકો પડ્યો છે. 
 
એક અંદાજ પ્રમાણે માતર અમદાવાદમાં જ સભાના કારણે ધંધા રોજગાર બંધ રહેવાથી  3,500 કરોડનુ નુકશાન થયું છે . નુકસાનીનો આ આંકડો હજ ઉ મોટો થઈ શકે છે. અમદાવાદના ઈંન્ડસ્ટ્રી એકસપર્ટબનુ માનીયે તો જે ક્ષેત્રમાં  સૌથી બધુ નુકશાન થયું છે તેમાં ગોલ્ડ અને ઓર્નામેંટ,  ગ્રાસરી,  માલ,  રેસ્ટોરં, સિરામિક , સ્ટીક ,  પેટ્રોલિય્મ અને અન્ય ક્ષેત્રોમાં સમાવેશ થાય છે. 
 
માત્ર ગોલ્ડ ઓર્નામેંટના વેપારમાં જ અમદાવાદને રોજનું 15 કરોડનું નુકશાન જઈ રહ્યું છે તો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા મોલને પણ 2 કરોડનું નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદન પૂર્વ વિસ્તારોમાં ચાલતા હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને પણ કરોડોનો આર્થિક  ફટકો પડ્યો છે.