ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :દાહોદ , શનિવાર, 4 જુલાઈ 2015 (16:41 IST)

પિતાની પુત્ર ઘેલછાને કારણે 14 પુત્રીઓ જન્મી , 33 વર્ષની માતા નબળાં શરીરે દર વર્ષે બાળકીઓ જણતી ગઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે બેટી બચાવો , સેલ્ફી બનાવો અભિયાન ચલાવતા હોય પરંતુ તેમના પોતાના વતન ગુજરાતમાં દીકરીઓ માટે હજુ પણ યુગલોને અણગમો છે. ગુજરાતના એક ગામમાં દીકરાની અપેક્ષાએ એક દંપતિએ 14 પુત્રીઓઅને જન્મ આપ્યો છે. આમાંની બે પુતીઓ મૃત પામી છે.  યુગલોને ફાઈનલી દીકરો આવ્યો (સંખ્યા 15) જો કે તેમ છતાં તેમને હજુ વધુ એક દીકરો જોઈએ છે.
 
ગુજરાતના દાહોદના ઝારીભુજ ગામમાં રામસિંહ અને તેમની પત્ની કનુને લગભગ દર વર્ષે એક બાળકી જન્મે છે જોવાની વાત એ છે કે હજુ બે વર્ષ પહેલાં જ દંપતિને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને આજે પણ કનુબેન ગર્ભવતી છે દંપતિ કહે છે કે છોકરીઓનું ધ્યાન રાખી શકે તેટલા માટે અમને બીજા પુત્રની જરૂર છે. 
 
35 વર્ષના રામસિંહ સંગોડ કહે છે કે અમે કદી હવે વિચાર્યુ નહોતું કે અમને એક્ પછી એક  બાળકીઓ જ આવશે અમારી ઉમર હજુ નાની છે એટલે અમારા પ્રય્ત્ન અમે ચાલુ રાખ્યા છે જો કે આટલી નાની ઉમરમાં 15 પ્રેગનંસી પછી કનુબહેનની શારીરિક હાલત કથળી ગઈ છે. રામ સિંહની પુત્રની જીદે કનુના શરેરની હાલત ખરાબ કરી નાખી છે ભલે આજે લોકો મોર્ડન જમાનાની વાતો કરતા હોય પણ કનુબનહેનની વાતો સાંભળો તો લાગે છે જે હજુ પણ પુત્રની ઘેલછાં પુરૂષોમાં હજુ જોવા મળે છે. 
 
33 વર્ષમાં કનુબેન કહે છે કે મારૂ શરીર પહેલેથી નબળું છે . શરૂઆતમાં સાત વાર ગર્ભ રહ્યા પછી હું મરવા જેવી થઈ ગઈ હતી. મારા પતિની જીદ હતી કે તેમને પુત્ર જોઈએ હું ના પાડતી તો બીજી લાવવાની ધમકી આપતા હું અનાથ છું એટલે રહી શકું નથી. 2013માં કનુબહેને તેમના 15 નંબરમાં સંતાન તરીકે પુત્રને જન્મ આપ્યો ત્યારે તેમને પારાવાર ખુશી થઈ હતી. કનુબહેન કહે છે કે અમે બહુ માન્યા પછી અને અનેક નિષ્ફળતાઓ પછી આ પુત્ર મેળવ્યો હતો એટલે અમે તેનું નામ વિજય રાખ્યું 

રામસિંહ અને કનુનું લગ્નજીવન 18 વર્ષનું છે ન મનાય પણ આટલા ઓછા લગ્નજીવનમાં તેમને 15 બાળકો થયા છે. જોવાની ખૂબી એ છે કે કનુને હાલ નવમો મહિનો જાય છે અને દંપતિ ફરી એકવાર પુત્રની અપેક્ષા રાખીને બેઠું  છે હાલ એક પુત્ર છે તો હવે બીજા પુત્ર કેમ ? આ સવાલનો જવાબ આપતા રામસિંહ કહે છે કે અમારા કુંટુંબમાં મદદ કરી શકે ? બીજો ભાઈ હોય તો આટલી બધી બહેનોને વધુ મદદ મળી શકે . 

પરંતુ તમારે ફરી એક વાર બહેન આવી તો ? આ સવાલનો જવાબ રામસિંહ પાસે નથી  
 
આટલા બહોળા ફેમિલીને પોષવા માટે રામસિંહ ખેતીનું કામ કરે છે અને પાક નિષ્ફળ જાય તો મધ્યપ્રદેશ ગુજરાતની બાંધકામની સાઈટ પર મજૂરીનું કમા કરે છે. દંપતિની 17 વર્ષની મોટી દીકરી સેવંતા તેના પિતા સાથે  મજૂરી પર જાય છે રામસિંહ કહે છે કે મારા પુત્રો મોટા થઈ જશે પછી મારી સંભાળ તેઓ રાખશે. 
 
પરિવારના સેવંતા  (17) અને નીરૂ(15) પરિણીત છે .  એ પછી સાંરગા(14) , હંસા(13),જોશના (12) ,રંજન (10), મીના 
(9), પાયલ (8) ,મોની(7) ,હસીના(5), કિંજલ (4), બેગન (3) અને વિજય (18 મહીના) પાયલ, મોની,હસીના અને બેગન 
પ્રાથમિક શાળાએ જાય છે જ્યારે હંસા, જોશના ,મીના અને રંજન ઘરમાં કામ કરે છે. બે પુત્રીઓ માંદગીને  કારણે મૃત પામી હતી.