શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 3 ઑક્ટોબર 2015 (11:55 IST)

પોલીસે કેજરીવાલને બિસાડા ગામ જતા અટકાવ્યા, સમર્થકોને પણ રોક્યા

ગોમાંસ ખાવાની અફવાહ પર નોએડા પાએ આવેલ બિસાડા ગામમાં એક વડીલની હત્યા પર રાજકારણ ગરમાયુ છે. હવે આ રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ કુદી પડી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દાદરીના બિસાડા ગામ જઈ રહ્યા હતા. અરવિંદ સાથે પાર્ટી નેતા સંજય સિંહ આશુતોષ અને કુમાર વિશ્વાસ પણ હતા. પણ સરકારે તેમને અખલાકના ઘરે જતા પહેલા જ રોકી લીધા અને એનટીપીસી ગેસ્ટમાં મુક્યા છે. 
 
આશુતોષે કહ્યુ કે અમને સરકારે રોક્યા છે. બીજી બાજુ સંજય સિંહે રોકવા પર સવાલ કર્યો. પ્રશાસનને પૂછો પોલીસ અમને અહી લઈના આવી છે. બીજી બાજુ ગામના લોકોએ મીડિયા ઉપરાંત અહીથી આપના સમર્થકોને પણ ભગાડી દીધા છે. 
 
બીજી બાજુ કેજરીવાલે ટ્વીટ કર્યુ.. અમને પોલીસ અને પ્રશાસને રોક્યા છે. મહેશ શર્મા અને ઔવેસીને ગઈકાલે ન રોકવામાં આવ્યા. મને કેમ રોકવામાં આવ્યો ? હુ સૌથી વધુ શાંતિપ્રિય છુ. અખલાકના પરિવારને મળવા માંગુ છુ.