શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

પ્રખ્યાત અણુવિજ્ઞાની રોડ્રિગ્ઝનું નિધન

PRP.R
જાણીતા પરમાણું વૈજ્ઞાનિક અને ઈન્દિરા ગાંધી પરમાણુ શોધ કેન્દ્રનાં પૂર્વ નિર્દેશક ડૉ.પ્લેસીડ રોડ્રીગ્ઝનું આજે સવારે નિધન થયું હતું. તેઓ 68 વર્ષનાં હતાં. તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી બિમાર હતાં.

સુત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે રોડ્રિગ્ઝે છાતીમાં દર્દની ફરિયાદ કરી હતી. તેથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં એમઆરઆઈ પરિક્ષણ કરતાં ખબર પડી કે હ્રદયને લોહી પહોચાડતી ધમની ફાટી ગઈ છે. તેની થોડીવાર પછી તેમનું નિધન થઈ ગયું હતું.

તેમનું પાર્થિવ શરીર થિરૂવાનામિયૂર ખાતે વાલ્મિકી નગર ખાતેનાં ઘરે લઈ જવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર તથા પુત્રી છે.

ડૉ.પ્લેસીડ રોડ્રીગ્ઝએ પ્રા. શિક્ષણ કેરળ ખાતેથી મેળવ્યું હતું. ત્યારબાદ આઈ.આઈ.એસ. બેગ્લોર ખાતેથી એન્જિનિયરીંગ કર્યું. તેમણે વધુ અભ્યાસ અમેરિકાની ટેનેસીસ યુનિવર્સીટી ખાતે મેળવ્યો હતો.

તેઓ 1960માં એટોમીક એનર્જીમાં જોડાયા, અને ત્યારબાદ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરમાં 1874 સુધી કાર્ય કર્યું. ત્યાંથી તે ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમીક રીસર્ચ, કલ્પક્કમ ખાતે રીસર્ચ કરવા જોડાયા. આ ઉપરાંત તેમણે ડીઆરડીઓમાં સેવા આપી હતી. તેમણે કરેલી ઘણી શોધો માટે તેમને સન્માન મળેલા છે.