ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , બુધવાર, 1 જુલાઈ 2015 (15:00 IST)

બળાત્કારના મામલામાં લગ્ન દ્વારા સમજૂતી ગેરકાયદેસર - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા એક મુખ્ય આદેશમાં કહ્યુ છે કે દુષ્કર્મના મામલામાં પીડિતા અને આરોપી વચ્ચે કોઈ સમજૂતી નથી થઈ શકતી. ન્યાયાલયે સ્પષ્ટ કહ્યુ છે કે પીડિત આરોપી વચ્ચે લગ્ન માટે સમજૂતી કરવી એક 'મોટી ભૂલ' અને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે.  સાથે જ હાઈકોર્ટે દુષ્કર્મ મામલામાં કોટના નરમ વલણને ખોટુ પણ બતાવ્યુ અને તેને સ્ત્રીઓની ગરિમા વિરુદ્ધ ગણાવ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે મદનલાલ નામના વ્યક્તિ વિરુદ્ધ સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. તેણે મધ્યપ્રદેશની કોર્ટમાં આ આરોપને દોષી માનતા પાંચ વર્ષ કેદની સજા સંભળાવી. પણ હાઈકોર્ટે તેને છેડછાડનો મામલો બતાવતા તેને એ આધાર પર મુક્ત કરી દીધો કે તે પહેલા જ એક વર્ષની સજા કાપી ચુક્યા છે. 
 
આ વિરુદ્ધ મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આદેશ આપ્યો કે તે કેસને બીજીવાર સાંભળે. સાથે જ  ન્યાયાલયે મદનલાલની તરત ધરપકડનો આદેશ પણ આપ્યો. કોર્ટે એ પણ કહ્યુ કે આ પ્રકારની કોઈ પણ સમજૂતી મહિલાઓના સન્માન વિરુદ્ધ છે.