ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

બળાત્કારીઓને સજા આપવા શુ કાયદો બનવો જોઈએ ?

P.R
દિલ્હીમાં બસમાં થયેલ ગેંગરેપની પીડિતાએ શનિવારે વહેલી સવારે સિંગાપુરના માઉંટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છેલ્લા 12 દિવસથી જીંદગીની જંગ લડી રહેલ આ બહાદુર યુવતી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો.

ગેગરેપ પીડિતાને ઈંસાફ અપાવવાની લડાઈમાં આખો દેશ તેની સાથે હતો. દુ:ખની આ ક્ષણમાં આપણે શાંતિ બનાવી રાખવાની જરૂર છે,પણ તેના બલિદાનથી જે લોકોમાં જાગૃતતાનો જે દિપક પ્રગટ્યો છે તેને બુઝવા દેવાનો નથી, કારણ કે આવી ઘટનાઓ તો રોકવી જ પડશે. ગઈકાલે જે દામિની સાથે બન્યુ તે આવતીકાલે આપણી બહેન, મિત્ર કે દિકરી સાથે પણ બની શકે છે. .. આપણે આ લડત ચાલુ રાખીશુ ત્યારે જ આ સૂઈ રહેલી સરકાર જાગશે અને ભારતમાં સ્ત્રીઓનું સન્માન વધશે. દિલ્હી ગેંગરેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપો અને આ બળાત્કારીઓ માટે શુ કાયદો બનવો જોઈએ એ અંગે આપના વિચારો જણાવો