શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 19 મે 2014 (10:20 IST)

બિહાર રાજનીતી - નીતિશ કુમારની નૈતિકતા કે નાટક ?

. નીતિશ કુમારના મનાવવા માટે લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકનુ પરિણામ અહી નીકળી ગયુ છે. સોમવારે બીજીવાર જેડીયૂ સાંસદ બેસશે. નરેન્દ્ર મોદીની વિરાટ જીત પછી નૈતિકતાની દુહાઈ આપતા મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપી ચુકેલ નીતિશ કુમારે હવે એક દિવસનો સમય માગ્યો છે. મોદીની જીતથી ઉત્સાહિત બીજેપી હવે કહી રહી છે કે જો જેડ્યૂ બીજીવાર દાવો કરે તો રાજ્યપાલને દરેક સાંસદને પૂછવુ જોઈએ.  
 
આ પહેલા બેઠક દરમિયાન નીતિશ કુમારે લાંબુ ભાષણ આપ્યુ અને બીજીવાર સત્તા સાચવવાનો સ્પષ્ટ ઈંકાર કર્યો. પાર્ટી અધ્યક્ષ શરદ યાદવ પણ કહી ચુક્યા છે કે નીતિશ કુમાર બીજીવાર મુખ્યમંત્રી નહી બને. જો કે સવારથી શરદ યાદવને નીતીશ સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. 
 
નીતીશના વિરોધી કહેવાતા રમઈ રામનો પણ બેઠક પછી વિરોધ થયો. નીતીશના ઘરે જ્યારે બેઠક થવાની હતી ત્યારે પણ નીતીશ સમર્થક દરેક સાંસદને ઘેરીને નીતીશ જીંદાબાદના નારા લગાવી રહ્યા હતા. 
 
આખો દિવસ ચાલેલ ઘટનાક્રમથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે જો નીતીશ ફરીથી નેતા તરીકે પસંદ પામ્યા તો પાર્ટીમાં તેમની પકડ મજબૂત થશે અને વિરોધીઓના મોઢા બંધ થઈ જશે. જો એવુ નહી થયુ અને નેતા તેમની મરજી વિરુદ્ધ પસંદગી પામ્યા તો પાર્ટી માટે આવનારા દિવસો સારા નહી રહે. 
 
અધ્યક્ષ ભલે શરદ યાદવ છે પણ લોકસભા ચૂંટણીમાં તેમની એક પણ ન ચાલી. મધેપુરાથી હારી પણ ચુક્યા છે. અને પાર્ટે પર કોઈ ખાસ પકડ પણ નથી. આવામાં તેમનુ કેટલુ માનવામાં આવશે એ કહી નથી શકાતુ. 
 
આ નૈતિકતાની દુહાઈ કે રાજનીતિક શતરંજ પર ખુદને મજબૂત કરવાની ચાલ. શુક્રવારે લોકસભાના પરિણામ આવ્યા અને શનિવારે નીતીશે પોતાના બહુમતવાળી સરકારના મુખ્યપ્રધાનનુ પદ છોડી દીધુ.  2005થી નીતીશ સતત બિહારના મુખ્યમંત્રી હતા. લોકસભા ચૂંટણીમાં પાર્ટી 20માંથી સીધી 2 સીટ પર પહોંચી ગઈ તો નેતૃત્વ ક્ષમતા પર પ્રશ્ન ઉઠતા પહેલા જ નીતીશે રાજીનામુ આપી દીધુ. 
 
જે સેક્યુલરિજ્મની ચાદર ઓઢીને નીતીશ આ ચૂંટણીની નૈયા પાર કરવા ઈચ્છતા હતી એ જ દાવ તેમના પર ઊંધો પડી ગયો. ક્યા તો તેઓ બીજેપીનો સાથ છોડ્યા બાદ પીએમ પદના દાવેદાર પણ બની ગયા હતા. 
 
પણ પરિણામોએ નીતીશની રાજનીતિનો રસ્તો જ બદલી નાખ્યો અને તેઓ પાર્ટીની અંદર ફરીથી પોતાનો રસ્તો શોધી રહ્યા છે.