બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરુ , સોમવાર, 21 જુલાઈ 2014 (09:59 IST)

બેંગલુરુ રેપ કેસ - સ્કેટિંગ ઈંસ્ટ્રક્ટરની ધરપકડ, લેપટોપમાં મળી બાળકોના અશ્લીલ વીડિયો

. વધતા જનાક્રોશ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે શહેરના વિબ્ગ્યોર હાઈ સ્કુલમાં છ વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાબતે પોલીસે ઘટના પ્રકાશમા આવવાના છ દિવસ પછી રવિવારે પ્રથમ ધરપકડ કરી. ધરપકડ થયેલ આરોપી પીડિતાની શાળામાં જ સ્કેટિંગ પ્રશિક્ષકના સહાયકના રૂપમા કાર્ય કરે છે. પોલીસ આય્ક્ત રાઘવેન્દ્ર ઔરાદકરે એક બે દિવસમાં ધરપકડનું વચન આપ્યુ હતુ. 
 
આજે કોર્ટમાં રજૂ થશે - ઔરાદકરે જણાવ્યુ કે મુસ્તફાને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં ઔરાદકરે જણાવ્યુ કે પોલીસ કોર્ટમાં કેસની આગળની તપાસ માટે આરોપીને પોલીસ ધરપકડમાં લેવાની માંગ કરશે.   
 
મોબાઈલ અને લેપટોપ જપ્ત 
 
ઔરાદકરે જણાવ્યુ કે પોલીસે આરોપીના લૈપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે આરોપી મુસ્તફા વિરુદ્ધ પરિસ્થિતિજન્ય સાક્ષીની સાથે જ તેની સંલિપ્તતા સાબિત કરવાના પુરતા પુરાવા પણ છે. તેના લેપટોપમાં શાળાના બાળકોના રેપના વીડિયો અને ફોટો છે. જેમને ઈંટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. બેંગલુરુ પોલીસે જણાવ્યુ કે શાળામાં એક પ્રશિક્ષકના રોપમાં કામ કરનારા મુસ્તફા ઉર્ફ મુન્નાની ધરપકડ કરવામાં આવી છે.  બિહારનો રહેનારો 30થી 32 વર્ષની વયનો મુસ્તફા છેલ્લા 20 વર્ષથી બેંગલુરુમાં રહી રહ્યો હતો. અમે તેના લેપટોપ અને મોબાઈલને પણ જપ્ત કરી લીધા છે. જે અશ્લીલ સામગ્રીથી ભરેલા હતા. આ તેની મનોસ્થિતિ દર્શાવે છે.  
 
પેડોફાઈલ છે આરોપી 
 
પોલીસનુ કહેવુ છે કે તે પેડોફાઈલ (એવો વ્યક્તિ જે બાળકોના યૌન પ્રત્યે આક્રર્ષિત હોય)નો શિકાર  છે. તેના લેપટોપમા ઘણી બધી એવી તસ્વીરો છે જે બાળકો સાથે બળાત્કારવાળી છે. બીજી મોટી વાત એ છે કે તે પહેલા પણ આવા જ આરોપમાં એક શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. પોલીસનુ કહેવુ છે કે ત્રણ વર્ષ પહેલા વ્હાઈટફિલ્ડ સ્થિત એક શાળામાં તેને આવી જ દુષ્કૃત્ય કર્યુ હતુ જ્યારપછી તેને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો.  
 
ઘટના 2 નહી, 3 જુલાઈની 
 
ઔરાદકરે જણાવ્યુ કે શાળામાંથી મળેલ સીસીટીવી ફુટેજનને ચેક કરતા જાણવા મળ્યુ કે એ બપોરના સમયે પીડિતાને બળજબરીથી ખેંચીને રૂમમાં લઈ જઈ રહ્યો છે. ફુટેજથી એ પણ જાણવા મળ્યુ કે ઘટના 2 જુલાઈના રોજ નહી પણ 3 જુલાઈના રોજ બની. આ પહેલા એવુ કહેવાય રહ્યુ હતુ કે ઘટના 2 જુલાઈની છે. તપાસમાં જોડાયેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે બાળકીને મુસ્તફા બળજબરી પૂર્વક ખેંચીને અંદર લઈ ગયો અને ત્યારબાદ સીસીટીવી ફુટેજમાં તે રડતી દેખાય રહી છે.  
 
પીડિતાએ ઓળખ્યો આરોપીને - પોલીસ પ્રમુખે જણાવ્યુ કે પીડિત બાળકીએ આરોપીની ઓળખ કરી લીધી છે. જો કે ઓળખ પરેડ હજુ કરવામાં આવી નથી. પણ જ્યારે આરોપીની તસ્વીર બાળકીને બતાવી તો તેને તેણે ઓળખી લીધો.  આરોપી બિહારના દરભંગા જીલ્લાનો રહેનારો છે પણ છેલ્લા 20 વર્ષથી તે અહી રહી રહ્યો છે. એવુ કહેવાય છે કે તે ત્રણ વર્ષની બાળકીનો પિતા છે.