શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2014 (11:02 IST)

ભાજપે મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી - કુમાર વિશ્વાસ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસે દાવો કર્યો છે કે ભાજપાના એક સાંસદે તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત કરી હતી જેને તેમણે ઠુકરાવી દીધી વિશ્વાસે એ પણ જણાવ્યુ કે આપના કેટલાક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, આ શરતે તેઓ તેમને સમર્થન આપવા માટે તૈયાર છે.  
 
વિશ્વાસે દાવો કર્યો કે સાંસદનુ કહેવુ હતુ કે તેઓ મોટા નેતાઓના કહેવા પર આવ્યા છે અને તેઓ(કુમાર વિશ્વાસ)  તૈયાર થઈ જાય છે તો આ બાબત આગળ વધારી શકાય છે.  વિશ્વાસે  એ સાંસદનુ નામ લેવાની ના પાડતા કહ્યુ કે તેમની સાથે મારા વ્યક્તિગત સંબંધ છે નએ તેઓ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે.  
 
બીજી બાજુ વિશ્વાસના દાવા પર સવાલ ઉઠાવતા ભાજપાની દિલ્હી એકમે અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયને કહ્યુ કે આ બધુ બકવાસ છે અને આ પ્રકારની કોઈ રજૂઆત કરવામાં આવી નથી.