ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (09:47 IST)

ભાજપે શિવસેનાને 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ

. મહારાષ્ટ્રમાં વિધાનસભા સીટોની ફાળવણીને લઈને ભાજપ અને શિવસેનાનો સંબંધ એક નાજુક મોડ પર પહોંચી ગયો છે. બીજેપીએ શિવસેનાને સીટ ફાળવણી માટે સન્માનજનક સમજૂતી માટે 12 કલાકનું અલ્ટીમેટમ આપી દીધુ છે. બીજેપીએ કહ્યુ છે કે આ દરમિયાન જો કોઈ સમજૂતી નહી થાય તો  તેઓ એકલા જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.  
 
ભાજપે 288 સીટવાળી વિધાનસભામાં શિવસેના પાસેથી 135 સીટ માંગી હતી. જેને શિવસેનાએ ફગાવી દીધી હતી. એવુ કહેવાય છે કે શિવસેનાના આવા વલણ બાદ બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો અને તેમને 12 કલાકની અંદર સીટ ફાળવણી મુદ્દે જો કોઈ સન્માનજનક સમજૂતી નહી કરવામાં આવે તો રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની ચેતવણી આપી હતી. 
 
શિવસેનાએ આ અલ્ટિમેટમ મુંબઈમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા મંથન બાદ આપવામાં આવ્યુ છે. આ બેઠકમાં અમિત શાહ, નિતિન ગડકરી, રાજીવ પ્રતાપ રેડ્ડી, ઓમ મથુર અને રાજ્યના અન્ય દિગ્ગજ નેતાઓ  હાજર હતા. 
 
2009ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 119 અને કોંગ્રેસ 169 સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે ગઠબંધનમાં નાની પાર્ટીઓ આરપીઆઈ આઠવલે, રાષ્ટ્રીય સમાજ પક્ષ, સ્વાભિમાની ક્ષેત્રકારી પક્ષ અને લોકસંગ્રામનો સમાવેશ થાય છે.  
 
બીજેપીના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ ઉદ્ધવ ઠાકરેની જવાબની પ્રતિક્ષા કરી રહ્યુ છે જેનાથી તેઓ વિધાનસભા ચૂંટણીનેલઈને પોતાનુ વલણ સ્પષ્ટ કરી શકે.