શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (11:27 IST)

ભારત અને મિસ્રમાં ઇંટરનેટ સેવા ખોરવાઇ

ભૂમઘ્‍ય સાગરમાં આવેલા એક આંતરરાષ્ટ્રિય કેબલ નેટવર્કમાં થયેલી ટેકનીકલ ખરાબીને કારણે આજે સવારે ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ અવરોધાયી હતી. તેનાથી ભારત અને મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓ ભારે પ્રભાવીત થઈ હતી. પરંતુ હજુ મોટાભાગની સેવાઓ બંધ છે અને તેના ચાલુ થતાં 10 થી 15 દિવસ લાગશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભૂમઘ્‍ય સાગરમાં એક કેબલ વાયરના કપાઈ જવાથી મિસ્રમાં ઈન્‍ટરનેટ સેવાઓમાં લગભગ 65 થી 75 ટકા જેટલી અસર પડી હતી.

ભારતમાં પણ આની ભારે અસર થઈ છે અને દેશની સાયબર દુનિયા આનાથી પ્રભાવિત થઈ છે. ભારતમાં 50 થી 60 ટકા બેંડવીથ ઘટી મિસ્રમાં કેબલ કપાઈ જવાથી ભારતમાં ઈન્‍ટરનેટની દુનિયા થંભી ગઈ છે પરંતુ એક અન્‍ય કેબલની મદદથી કેટલીક સેવાઓ સામાન્‍ય હાલતમાં કામ કરવા માંડી છે. આને ઠીક થતા 10 થી 15 દિવસનો સમય લાગશે

ઈન્‍ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના રાજેશ ચાહરીયાના જણાવ્‍યા પ્રમાણે ભારતમાં બેંડવિથમાં 60 થી 65 ટકા જેટલો ઘટાડો થયો છે. જેને ઠીક થતા 10 થી 15 દિવસનો સમય લાગશે. ઈન્‍ટનેટ સેવાઓના પ્રભાવિત થવાના કારણે ઘણા અઉટસોર્સિગં કામ પ્રભાવિત થવાની સંભાવના છે