ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 જુલાઈ 2014 (13:26 IST)

ભારતમાં નરભક્ષી હાથિનીનો આતંક (વીડિયો)

ચેતાવણી - આ વીડિયોના દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે..

ચેતાવણી - આ વીડિયોના દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે.. 

ભારતના પં.બંગાળમાં એક હાથિનીએ 17 લોકોને જીવથી મારી નાખ્યા અને ક્ષેત્રમં આતંકનો પર્યાય બની ગઈ. પણ ગામનાલોકો અને આ ક્ષેત્રના વન વિભાગન અધિકરીઓએ એક એવી વાત જણાવી જેના પર કોઈ વિશ્વાસ નહી કરે. તેમણે જણાવ્યુ કે આ હાથિની નરભક્ષી બની ચુકી હતી.  આ એક ખૂબ જ અનોખી વાત હતી કારણ કે હાથિની એક શાકાહારી પ્રાણી હોય છે. 
આ નરભક્ષી હાથિનીના આતંકનો સામનો કરવા જ્યારે વન વિભાગે તેને ગોળી મારીને ખતમ કરે નાખી તો હાથિનિના પોસ્ટમોર્ટમથી જાણ થઈ કે એ હાથિનીએ સાચે જ માનવોનુ ભક્ષણ કર્યુ હતુ. તેના પેટમાં માનવ માંસ પણ મળ્યુ. આ ખોફનાક ઘટનાને એક ફોરેસ્ટ ઓફિસર એનસી બહુગુણાએ પોતાના એક પુસ્તક "ધ મેન ઈટિંગ એલીફેંટ' માં વિસ્તારથી જણાવ્યુ છે. આ પુસ્તકમાં હાથિનીના વિશે વિસ્તારપૂર્વક બતાવ્યુ છે. 
 
આગળ વાંચો .. (વીડિયો અંતિમ પેજ પર ) 


સૌજન્યથી - વીડિયો સૌજન્ય  - એનિમલ પ્લેનેટ 

 
બહુગુણાએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે કહેવાય છે કે 23 જૂન 2002ના પશ્ચિમ બંગાળની એક ગરમીથી ભરપૂર બપોરે નાપાનિયા જંગલોમાં એક હાથિની ખૂબ જ ગુસ્સ્સામાં ગામની તરફ દોડી. તેણે રસ્તામાં આવનારા દરેક વસ્તુને કચડી નાખી. પણ સૌથી ભયાનક નજારો તો ત્યારે જોવા મળ્યો જ્યારે તેણે પોતાની સામે આવેલ એક 60 વર્ષના માણસને પોતાની સૂંઢમા હવામાં ઉઠાવી લીધો ત્યારબાદ જે થયુ તે સાંભળીને બધા કંપી ગયા. 
 
એ પાગલ થયેલ હાથિનીએ એ વૃદ્ધને હવામાંથી જમીન પર પટકી પટકીને મારી નાખ્યો એટલુ જ નહી આતંકથી લોકો ત્યારે ઘ્રુજવા માંડ્યા જ્યારે હાથિનીએ મૃત શરીરનુ ભક્ષણ શરૂ કરી દીધુ. બહુગુણા બતાવે છે કે એ નરભક્ષી હાથિનીએ ત્યારબાદ એક કલાકમાં ઓછામાં ઓછા પાંચ વધુ લોકોને પોતાના ગુસ્સાના નિશાન બનાવીને તેમને મારી નાખ્યા.  


હાથિની માંસાહારી કેમ બની ગઈ જાણો આગળ 

સૌજન્યથી - વીડિયો સૌજન્ય  - એનિમલ પ્લેનેટ 

 
પ્રાણી વિજ્ઞાની ડેવિડ સોલમન મુજબ હાથિનીના આ ખુંખાર વ્યવ્હાર માટે માણસ પોતે જ જવાબદાર છે. તેમણે જણાવ્યુ કે આ મામલામાં જ્યારે માણસો દ્વારા આ હાથિનીના બચ્ચાને મારી નાખવામાં આવ્યુ તો તે બદલો લેવા પર ઉતરી આવી અને સામે આવનાર દરેક માણસને તેને કચડી નાખ્યો. અત્યાધિક ક્રોધમાં આવીને તેણે માત્ર કચડ્યા જ નહી પણ એ ક્ષતવિક્ષત શબોને દાંતો વડે ચીરી ફાડી નાખ્યા જેનાથી થોડુક માંસ તેના પેટમાં પણ જતુ રહ્યુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતમાં વન્ય પશુઓ માટે સ્વતંત્ર વિચરણ માટે જંગલ બચ્યા નથી જેને કારણે તેઓ માનવ વસવાટ તરફ ચાલ્યા આવે છે. જેનુ પરિણામ માનવી અને જાનવરો બંને માટે ઘાતક સાબિત થાય છે. 



સૌજન્યથી - વીડિયો સૌજન્ય  - એનિમલ પ્લેનેટ