ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (13:00 IST)

ભારતીય સીમામાં 1000 ચીની સૈનિક ઘુસ્યા, સેનાએ 3 ટુકડી મોકલી

ત્રણ દિવસીય પ્રવાસ પર આવેલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનુ એક બાજુ ગુરૂવારે બીજા દિવસે નવી દિલ્હીમાં ભવ્ય સ્વાગત થયુ તો બીજી બાજુ ચીની સૈનિકોએ એકવાર ફરી ભારતીય સીમામાં ઘુસપેઠ કરી. પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના અમદાવાદમાં જિનપિંગનુ સ્વાગત કર્યુ હતુ.  
 
બુધવારે જ પ્રધાનમંત્રી મોદીએ જિનપિંગ સામે તેમની સેના દ્વારા કરવામાં આવેલ ઘુસપેઠનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન ભારતીય સૈન્ય કમાંડરોએ ચીની અધિકારીઓની સાથે ફ્લેગ મીટિંગ કરી ઘુસપેઠનો મુદ્દો ઉઠાવ્યો. પણ બંને દેશ કોઈ પરિણામ પર નહી પહોંચી શક્યા. 
 
હવે સમાચાર આવી રહ્યા છે કે લદ્દાખના ચમુર સેક્ટરમાં ગુરૂવારે 1000 ચીની સૈનિક ભારતીય સીમાની અંદર આવી ગયા. સૈન્ય સુત્રો મુજબ લગભગ 1000 ચીની સૈનિક જમ્મુ અને કાશ્મીર સ્થિત લદ્દખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી ભારતીય ક્ષેત્રમા આવી ગયા અને પરત જવાની ના પાડી. સેનાએ ઉતાવળમાં નિયંત્રણ રેખા પર જવાનોની ત્રણ ટુકડીયો મોકલી. આ ઘટના બે દેશોની સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલ વાર્તાના એક દિવસ પછી થઈ.  
 
ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની ત્રણ દિવસીય ભારત યાત્રા હેઠળ બુધવારે અમદાવાદ પહોંચ્યા. બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ પોતે સ્થિતિ પર નજર રાખેલ છે.  
 
બુધવારે બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ ચુશુલ વિસ્તારમાં થઈ હતી. બેઠકમાં ઘુસપેઠને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય સીમાથી બહાર જવા માટે કહેવામાં આવ્યુ. બંને દેશોની વચ્ચે એક અઠવાડિયાની અંદર આ બીજી મીટિંગ હતી.