શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (16:14 IST)

ભાવનગરના ગ્લાસની મદદથી ઈસરો દ્વારા સેટેલાઈટ એન્ટેનાનુ નિર્માણ

મંગળ ગ્રહ પર યાન મોકલનાર ઈસરોએ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે એક સિમાચિન્હ ફતેહ હાંસલ કરીને દેવભૂમિ ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરાકિંતા બક્ષી છે. ઈસરોની આ કામયાબીમાં ભારતીય ખગોળ ઈતિહાસમાં એક સુવર્ણ અક્ષરે અંકિત થશે. અવકાશ ક્ષેત્રે એક મોટી નેત્રદિપક સિધ્ધિ મેળવનાર ઈસરો અને ભાવનગર સાથે વર્ષો જૂનો સંબધ રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જેમા એક સમયે ભાવનગરના ગ્લાસની મદદથી ઈસરો દ્વારા સેટેલાઈટ એન્ટેનાનુ નિર્માણ થયુ હોવાના ગર્વ લઈ શકાય તેવા સંબધ ઉજાગર થયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભારત મંગળયાન માર્સ ઓર્બટર મિશનની સફળતાનો શ્રેય લેશે.આ યાનના પેલોડ દ્વારા મોકલવામા આવનાર પ્રથમ તસવીરનો શ્રેય અમદાવાદના ફાળે જવાનો છે.ત્યારે મંગળ પર યાન મોકલવાની અદ્દિતીય સફળતા હાસલ કરનાર ઈસરો અને ભાવનગર વચ્ચેનો સંબધ પણ ઉજાગર થયો છે.જેને માટે ભાવનગરવાસીઓ પણ ગૌરવ લેશે. જેમા ભાવનગરના ચિત્રા વિસ્તારમા આવેલી સ્મોલ ઈન્ડસ્ટ્રીઝના ગ્લાસની સહાયથી ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશ (ઈસરો) દ્વારા સેટેલાઈટ એન્ટેનાનુ નિર્માણ થયુ છે. ભૂતકાળમાં ઈસરોના વૈજ્ઞાનિકો ભાવનગરની મુલાકાતે પણ આવ્યા હતા. ઈસરોના આ વૈજ્ઞાનિકોએ જ શહેરના ચિત્રામા આવેલી અને ગ્લાસનુ ઉપ્તાદાન કરતી એક સ્મોલ ઈન્ડ્રસ્ટીઝ પાસેથી સેટેલાઈટ એન્ટેનાના નિર્માણ માટેના ગ્લાસની પસંદગી કરી હતી. અને ભાવનગરના ગ્લાસનો ઉપયોગ સેટેલાઈટ એન્ટેનાના નિર્માણ માટે કર્યો હતો.