શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 27 એપ્રિલ 2015 (09:52 IST)

ભૂકંપના આ મેસેજ અફવા છે તેના પર ધ્યાન ન આપો

નેપાળમાં ભૂકંપ આવ્યા પછીથી જ સોશિયલ મીડિયા અને વ્હાટ્સ એપ પર નાસાના હવાલાથી એવા અનેક મેસેજ આવી રહ્યા છે જેમા આગામી ભૂકંપ ક્યારે આવશે અને તેનો સમય શુ હશે એ બતાવાય રહ્યુ છે. આવો જ એક મેસેજ હતો ઉત્તર ભારતમાં આગામી ભૂકંપ રાત્રે 8.06 વાગે આવશે. તેની તીવ્રતા 8.2 રહેશે. આ નાસાના સમાચાર છે. 
 
ફક્ત એટલુ જ નહી પણ આ મેસેજમાં એ પણ લખ્યુ છે કે આગામી ભૂકંપ વધુ ભયાનક અને ખતરનાક રહેશે. અહી સુધી કે ભારતીય મોસમ વિભાગમાંથી  પણ વોટ્સ એપ પર આ પ્રકારની ભૂકંપની ભવિષ્યવણીઓના મેસેજ આવી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે તો આ મેસેજને ફોરવર્ડ ન કરો . કારણ કે નાસાએ આવી કોઈ  ભવિષ્યવાણી નથી કરી અને ના હી ભૂકંપની કોઈ ભવિષ્યવાણી કરી શકાય છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે શનિવારે નેપાળમાં આવેલ જોરદાર ભૂકંપથી ફક્ત નેપાળ જ નહી પણ ભારતને પણ હલાવી દીધુ. દરેક વ્યક્તિના દિલમાં એક દહેશત ઉભી કરી દીધી છે. બિહાર અને નેપાળમાં તો લોકો ખુલ્લા મેદાનમાં જ રાત વિતાવી રહ્યા છે.  નેપાળમાં અત્યાર સુધી લગભગ 32 લોકોના મોત થઈ ગયા છે.  ભૂકંપ પછી આફ્ટર શૉક્સ ચાલુ છે. જેનાથી લોકો દહેશતમાં છે. બીજીવાર ભૂકંપના ભયથી લોકો ઘરની બહાર મેદાન અને રસ્તાઓ પર તંબુ તાણીને રહેવા મજબૂર છે.