શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (17:47 IST)

ભૂસેનાપતિ કરશે પરમાણું શસ્ત્રોનું સંચાલન

દેશના અન્ય દળ અને પરમાણુ હથિયારોનું સંચાલન આવતી કાલથી ભૂમિદળના જનરલના હાથમાં આવી રહ્યું છે. સેનાના સુત્રોના જણાવ્યા અનુસાર લેફટીનેંટ જનરલ બલરામસિંહ નાગલ બુધવારે અહીંયા અમર જવાન જ્યોતિએ શહીદોને શ્રધ્ધાંજલિ આપવાની સાથોસાથ અન્ય દળો તથા પરમાણું શસ્ત્રોનું સંચાલન પોતાના હાથમાં લેશે.

જનરલ નાગલ ત્યારબાદ દિલ્હી છાવણીમાં નારાયણા સ્થિત પરમાણું સંચાલનના મુખ્યાલખનું નિરીક્ષણ કરશે. તેઓ એવા સમયે દેશની પરમાણું શક્તિનું સંચાલન સંભાળવા જઇ રહ્યા છે કે જ્યારે અમેરિકા સાથે થયેલ કરાર અનુસાર સૈન્ય અને અસૈન્ય પરમાણુ સુવિધાઓનું વિભાજન થનાર છે.

પાંચ વર્ષ અગાઉ રચાયેલ આ મહત્વપૂર્ણ વિભાગના પ્રમુખ અત્યાર સુધી ભારતીય વાયુ સેના અને નૌકાદળના અધિકારી બનતા હતા. આ પહેલો અવસર છે કે ભૂમિદળના જનરલ ને આ સંચાલન સોંપવામાં આવ્યું છે. જનરલ નાગલ અત્યારે સેના મુખ્યાલયમાં મહાનિર્દેશક છે તેઓ વાઇસ એડમિરલ વિજય શંકરના સ્થાને આ વિભાગમાં કમાન્ડર ઇન ચીફ બનાયા છે.

અત્યાર સુધી વાયુસેના અને ભૂમિદળ પાસે જ પરમાણું હથિયાર, મિસાઇલ અને બોમ્બ છે જ્યારે ભારતીય નૌકાદળ પરમાણું હથિયારની ક્ષમતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છે. સેનાએ નજીક અને દુર સુધી હુમલો કરી શકે એવી પૃથ્વી અને અગ્નિ મિસાઇલ માટે ચાર વિશેષ સમુહ તૈયાર કર્યા છે.